આંધ્રપ્રદેશમાં આજે સવારે સર્જાયેલ ભયાનક અકસ્માતમાં ખાનગી બસ ડમ્પર સાથે અથડાતા ૧૪ મુસાફરો જીવતા ભડથુ

આંધ્રપ્રદેશમાં આજે સવારે સર્જાયેલ ભયાનક અકસ્માતમાં ખાનગી બસ ડમ્પર સાથે અથડાતા ૧૪ મુસાફરો જીવતા ભડથુ

(એજન્સી)           પ્રકાશમ તા.ર૬
ડમ્પર સાથે અથડાયા બાદ બસ સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ હતી. મુસાફરોને બસમાંથી બહાર નીકળવાનો સમય જ ન મળ્યો.
આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં રાયવરમ પાસે આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક પ્રાઈવેટ ટ્રાવેલ બસ એક ડમ્પર સાથે અથડાઈ હતી. ટક્કર થતાં જ બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. બસમાં સવાર ૧૪ મુસાફરો જીવતા સળગી ગયા હતા. જ્યારે ૨૩ ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે ૬:૦૦ વાગ્યાની આસપાસ થયો હતો. આગ પર કાબુ મેળવી લેવાયો હતો.