ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું

ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૦
ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત    એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઓખા મરીન વિસ્તારના ડીવાયએસપી કે.પી. પારેખ, પી.એસ.આઈ. આર.કે. જાડેજા, અને. બી.એચ.ચાવડા તેમજ મરીન કમાન્ડોઝ દ્વારા બેટ દ્વારકા, સુદર્શન ર્પાકિંગ રિયર સાઇટ, બેટ રિસોર્ટ, ડની પોઇન્ટ, ઓખામઢી, ભડકેશ્વર મહાદેવ, રૂપેણબંદર, શિવરાજપુર  બીચ દરિયાકાંઠા વિસ્તારમાં બુધવારે સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હોવાનું ઓખા મરીન સેક્ટરના ડીવાયએસપી કેતન પારેખની યાદીમાં જણાવાયું છે.