ઓટીટી પ્લેટફોર્મ પર સેન્શરશીપ હોવી જાેઈએ : મોહન ભાગવત

ઓટીટી પ્લેટફોર્મ પર સેન્શરશીપ હોવી જાેઈએ : મોહન ભાગવત

નવી દિલ્હી તા.૧૬:
બે વર્ષ અગાઉ મોબાઈલ ઓટીટી પ્લેટફોર્મ પર નૈતિક ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ હવે રાષ્ટ્રીય સેવક સંઘના વડા મોહન ભાગવતે ઓટીટી માટે સેન્સરની હિમાયત કરતા જણાવ્યું કે આ મુદે પુર્વ કુલપતિઓ તથા પ્રચારકો સરકારને એક દરખાસ્ત આપશે. તેઓએ ઓટીટીને સાંસ્કૃતિક પ્રદુષણ ગણાવ્યું હતું. સંઘના સૂત્રોના જણાવ્યા મુજબ સંઘે થોડો સમય પુર્વે આ અંગે એક કમીટી બનાવી હતી અને તેની પ્રથમ બેઠક પણ મળી ગઈ હતી અને તેઓએ આ અંગે એક દરખાસ્ત તૈયાર કરી છે. જે ટુંક સમયમાં સરકારને મોકલાશે. મોહન ભાગવતે દાવો કર્યો કે, ઓટીટી પર સેન્સર હોવું જોઈએ. તે આપણા યુવા જનરેશનને સાંસ્કૃતિક પ્રદુષણથી બગાડે છે. અગાઉ પણ ભાગવતે વિજયાદશમી સંબોધનમાં ઓટીટી પર ચિંતા દર્શાવી હતી અને તેના પર નિયમનની જરૂર દર્શાવી હતી.