બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢ ખાતે પ્લેસમેન્ટ ફેર-૨૦૨૬નું સફળ આયોજન

વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકોનું સશક્ત પ્લેટફોર્મ એટલે પ્લેસેમેન્ટ ફેર

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢ ખાતે પ્લેસમેન્ટ ફેર-૨૦૨૬નું સફળ આયોજન

જૂનાગઢ, તા.૧૬
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે તારીખ ૧૧ અને ૧૨ સપ્ટેમ્બર એમ કુલ બે દિવસ માટે પ્લેસમેન્ટ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ ના અંતિમ વર્ષ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગારીની યોગ્ય અને ઉત્તમ તકો ઉપલબ્ધ થાય તેમજ તેમની પ્રતિભા અને કૌશલ્ય મુજબ ઉદ્યોગ-વ્યવસાય ક્ષેત્ર સાથે જાેડવાનો સેતુ રચાય તેવા ઉમદા હેતુસર “પ્લેસમેન્ટ ફેર-૨૦૨૬ "ખું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાયર્શ્રી ડૉ. જે. આર. વાંઝા સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી આયોજિત આ પ્લેસમેન્ટ Junagadh Jewellery Pvt. Ltd., LIC of India, Paytm, Flipkart, Bhagwati Auto Link Pvt. Ltd., Rangoli Gujarat News & Entertintment તેમજ ND Global Enterprises સહિતની કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવા માટે ઇન્ટરવ્યૂ તથા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્લેસમેન્ટ ફેરની નોંધપાત્ર સિદ્ધિ : આ પ્લેસમેન્ટ ફેરમાં કુલ ૧૯૪ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી ૬૬ વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ માં ભાગ લીધેલ હતો. જેમાં ૬૧ વિદ્યાર્થીઓને કંપનીઓ તરફથી પસંદગી કરી ઇન્ટેન્ટ લેટર (Intent Lªter) પ્રાપ્ત થયા હતા. આ સિદ્ધિ વિદ્યાર્થીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને રોજગારલક્ષી કૌશલ્યનું પ્રતિબિંબ છે. પ્લેસમેન્ટ ફેર દરમિયાન વિદ્યાર્થીઓને કંપનીના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ, કારકિર્દી અંગે માર્ગદર્શન. ઇન્ટરવ્યુનો અનુભવ તથા રોજગારીની વાસ્તવિક તકો મળતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કોઓર્ડિનેટર ડૉ. ભાવસિંહ આર. બારડ તથા પ્લેસમેન્ટ કો -ઓર્ડિનેટર જયેશ નાઘેરા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજ પ્લેસ્મેન્ટ કમિટીના સભ્યો ડો.આર. જી. કાલરીયા. ડો. આર. આર. ડાંગર, ડૉ. ભરત રાઠોડ અને ડી. જીગ્નેશ કાયા સાહેબે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. "Connecting Talents to Opportunities" ના સૂત્રને સાર્થક કરતો આ પ્લેસમેન્ટ ફેર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે. બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી, કૌશલ્યલક્ષી અને કારકિર્દીલક્ષી તકો ઉપલબ્ધ કરાવવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહેવા આચાર્ય ડો જે. આર. વાંજા પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતું.