ટોરેન્ટ ગ્રુપ-સમર્થિત UNM ફાઉન્ડેશન દ્વારા અભિવ્યક્તિ આવૃત્તિ-૭ માં અમદાવાદ શહેર માટે જાણે દૈનિક નિત્યક્રમ ગોઠવાયો - સાંજે ૬:૩૦ વાગે અને અભિવ્યક્તિના અંતિમ સપ્તાહમાં પ્રીમિયર શોને જાેવા માટે ભારે પડાપડી
મંગળવારે અભિવ્યક્તિના મંચ ઉપર છ પરફોર્મન્સના પ્રિમિયરની પ્રસ્તુતિઓએ વિભિન્ન પ્રકારની કળામાં રસ ધરાવતા કલાપ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કર્યા
(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા.ર૬
ટોરેન્ટ ગ્રુપ સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અભિવ્યક્તિ - ધ સિટી આર્ટ્સ પ્રોજેકટની સાતમી આવૃત્તિમાં વિવિધ ભૌગોલિક અને સંસ્કૃતિક પુષ્ઠભૂમિ ધરાવતા કલાકારો દ્વારા તૈયાર કરાયેલ સંગીત, નૃત્ય અને નાટ્ય શૈલીની વિવિધ પ્રસ્તુતિઓના પ્રીમિયર યોજાઈ રહ્યા છે. જેને માણવા માટે મંગળવારે કલાપ્રેમીઓનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. ભારતના શહેરો માંથી આવેલા અને ભારતની બહારના કેટલાક મુલાકાતીઓએ પણ અભિવ્યક્તિના ૩ સ્થળોએ થઈ રહેલા પ્રદર્શનોની મુલાકાત લેવાનું આયોજન કર્યું
આ વર્ષે અભિવ્યક્તિના બધા સ્ટેજ અને સ્થળોએ મળીને ૨૦૦ થી વધુ સ્વયંસેવકોની હાજરી હતી. તેઓ માટે પણ કલાકારો અને ભીડ વ્યવસ્થાપન વિશે વ્યવહારુ શિક્ષણ મેળવવા માટે અને ઘણા માટે તેમની આંતરિક કલાત્મક બાજુ શોધવા માટે - આ પ્રોજેક્ટ યુવાન કોલેજીયનોના આ સમૂહ માટે પણ શીખવાનું અને પ્રેરણાનું સ્થળ બન્યું છે.
આ વર્ષે પ્રેક્ષકોનો સતત ધસારો અને પ્રેસ્તુતિઓ સાથે સતત જાેડાણ રહ્યું છે તેમાં ૩ સ્થળો અને ૧૪૦+ કલાકારોનું સંચાલન બહુવિધ એજન્સીઓની સંડોવણી સાથે થઇ રહ્યું છે. આ દર્શાવે છે કે વાસ્તવિક અર્થમાં શહેર પર પોતાની મજબૂત અસર પાડી છે. અભિવ્યક્તિ ખરેખર ‘શહેર‘ કલા પ્રોજેકટ હોવાના ખ્યાલને પૂર્ણ કરે છે, જે સાથી શહેરો માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે.

અભિવ્યક્તિના ત્રણ સ્થળો - શ્રેયસ ફાઉન્ડેશન, અટીરા અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ - ખાતે દૈનિક ૧૫ પ્રસ્તુતિઓ રજુ કરવામાં આવી રહી છે. ત્યારે મંગળવારે રજુ કરાયેલ આ ૧૫ પ્રસ્તુતિઓ પૈકી છ પ્રસ્તુતિઓ કલાકારો દ્વારા પ્રથમ વખત દર્શકો સમક્ષ રજુ કરવામાં આવી હતી.
કોચીથી આવેલ નૃત્યાંગનાઓ રશ્મિ આર. ચૌવલૂર અને વિદ્યા એસ એ પોતાની પ્રસ્તુતિ "યદા: સરસ્વતી એન્ડ લક્ષ્મી લાઉડેડ ટુગેધર” રજૂ કરી. આ પ્રસ્તુતિ કુચીપુડી શાસ્ત્રીય નૃત્ય પર આધારીત હતી, જેમાં જ્ઞાનની દેવી અને ધનની દેવી વચ્ચેનો એક કાલ્પનિક સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો. જયપુરના નૃત્યકાર અને વાર્તાકાર સાર્થક દુબેએ આસામની એક વાર્તા આધારીત પોતાની પ્રસ્તુતિ - "લેફ્ટ હેન્ડ ઓફ ગોડ" રજૂ કરી હતી. આ પ્રસ્તુતિ આસામના માયોંગ ગામથી પ્રેરિત છે, જેને લાંબા સમયથી કાળા જાદુની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રસ્તુતિ ભગવાનના બે હાથના વિચાર પર આધારિત છે, જેમાં એક હાથ તેમના ગાઢ અને સહસ્યમયી પાસાઓને દર્શાવે છે. સાર્થક, જેને બુસ્કમેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે અભિવ્યક્તિ ની ગત આવૃત્તિમાં પ્લેટફોર્મ સ્ટેજ પર સ્ટ્રીટ ડાન્સ નું પરફોર્મન્સ બુસ્કનેશન‘ રજૂ કર્યું હતું અને આ વખતે તે એક મોટા પ્રોડક્શન સાથે પાછા ફર્યા છે.
અમદાવાદના કાર્તિક ડોડિયાએ "રંગ મેઘાણી" નામની એક નાટ્ય-સંગીતમય પ્રસ્તુતિ રજુ કરી. આ પ્રસ્તુતિ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેધાણીના જીવન અને કાર્યોને રજુ કરે છે. મેઘાણીની કવિતાઓ અને અન્ય સર્જનમાંથી પ્રેરણાલઇને આ પ્રસ્તુતિમાં ગીતો, વાર્તાઓ, લાગણીઓના માધ્મથી ગુજરાત અને ગુજરાતના લોકો અંગે પોતાના દ્રષ્ટિકોણને રજુ કરનાર મેઘાણીના સફરને દર્શાવવામાં આવે છે.

હિપ-હોપ કલાકાર ક્રાંતિનારી અને ચારુ હરિહરને મળીને પોતાની પ્રસ્તુતિ "સાઉન્ડ ઓફ વુમન (કુમાઉની એડિશન) રજુ કરી. આ પ્રસ્તુતિ હિમાલયી વિસ્તાર કુમાઉં (ઉત્તરાખંડ) માં મહિલાઓના જીવન અને સંસ્કૃતિની એક સંગીતમય અને ભાવાત્મક સફરને દર્શાવ છે. આ પ્રસ્તુતિને માત્ર મહિલાઓના એક ગ્રુપ દ્વારા રજુ કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિ પારંપારિક હુડકા ડ્રમ અને પહાડી યુનોના ઉપયોગથી અલગ અલગ ઉમરના લોકોના અવાજને એક સાથે રજુ કરે છે.
મુંબઈના ભરતનાટ્યમના કલાકાર પવિત્ર ભટે પોતાના ગ્રુપ સાથે નૃત્ય પ્રસ્તુતિ "શિત્વ તત્વ રજુ કરી હતી. આ પ્રસ્તુતિ એક ભક્તની શિવના બ્રહ્માંડમાં પોતાનું સ્થાન શોધવાની યાત્રાને દર્શાવે છે. આ પ્રસ્તુતિ ભગવાનની દિવ્ય ભવ્યતાથી શરૂ થાય છે, તેમની હાજરીના તત્વોમાંથી પસાર થાય છે અને વારાણસીમાં ગંગા આરતીના પવિત્ર લયમાં પૂર્ણ થાય છે.કેરળના ડૉ. શ્રીજીત રામનનએ પોતાની જાલમ થિયેટર કંપની સાથે સોલો મૌન પ્રસ્તુતિ "ધ લાસ્ટ લાફ ઇન નો-મેન્સ લેન્ડ" - અભિનેતા જમાલ મલિકના અભિનય સાથે રજૂ કર્યું આ પ્રસ્તુતિની વાર્તા એક એકલા સૈનિકની આસપાસ ફરે છે, જે યુદ્ધની અંધાધૂંધીમાં ખોવાઈ જાય છે અને ઇતિહાસ તેને ભૂલી જાય છે. આ પ્રસ્તુતિ જાેકરવૃત્તિ, બબડાટ, હલનચલન અને ઑબ્જેક્ટ થિયેટરનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવી હતી.
અભિવ્યક્તિની ટીમે મુનાફ લુહારના ‘ધ બુલેશાહ પ્રોજેકટ‘ના વધુ એક શોની જાહેરાત કરી છે - જે ૨૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ - શુક્રવાર સાંજે ૬:૦૦ વાગ્યે માણેક બાગ સ્થિત શ્રેયસ ફાઉન્ડેશનના એમ્ફીથિયેટર ખાતે રજુ થશે છે. આ શો ખાસ કરીને એ લોકો માટે છે જેઓ આ કલાકારના અગાઉના હાઉસફુલ પર્ફોર્મન્સમાં એન્ટ્રી ચૂકી ગયા હતા.


