પરીમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી રાજયસભાની ચૂંટણી લડશે : સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા

પરીમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી રાજયસભાની ચૂંટણી લડશે : સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા

(એજન્સી)            લખનૌ તા.૩૦
સમાજવાદી પાર્ટીએ ધનરાજ નાથવાણીને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરીને ચોંકાવનારો ર્નિણય કર્યો છે. ધનરાજ, રિલાયન્સના પ્રમુખ અને એનડીએના રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીના પુત્ર છે. પિતા એનડીએના સાંસદ અને પુત્રને સપાની ટિકિટ. આ ર્નિણયે યુપીની રાજનીતિમાં એક રસપ્રદ ચિત્ર રજૂ કર્યું છે. યુપીમાં રાજ્યસભાની ૧૦ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. વર્તમાન ધારાસભ્યોની સંખ્યાના આધારે NDAને ૮ અને સપાને ૨ બેઠકો મળવી નિશ્ચિત છે. જોકે, અખિલેશ ૩ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, ત્રીજો ઉમેદવાર કોણ હશે, તે અંગે સસ્પેન્સ યથાવત્ છે.