માતા-પિતાએ એક મહિનાના માસુમ બાળકને વેંચીને સ્માર્ટફોન અને સોનાના દાગીના ખરીદયા

માતા-પિતાએ એક મહિનાના માસુમ બાળકને વેંચીને સ્માર્ટફોન અને સોનાના દાગીના ખરીદયા

(એજન્સી)         મુંબઈ,તા.૩૦:
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક એવા સમાચાર આવ્યા છે, અહીં માતા-પિતાએ પોતાના ૧ મહિનાના માસૂમ બાળકને પૈસા માટે વેચી દીધું હતુ. બાળકને વેચીને એ પૈસાથી માતા-પિતાએ સોનાના દાગીના અને સ્માર્ટફોન ખરીદી લીધો. જાણકારી અનુસાર, માતા-પિતાએ માસૂમ બાળકને સોદો ૧ લાખ ૨૦ રૂપિયામાં કર્યો હતો. ત્યાર બાદ બાળક ૪૮ કલાકમાં ચાર લોકોના હાથમાં ફરીને નાંદેડના રસ્તે તેલંગણા પહોંચી ગયું. આ ઘટનાનો ખુલાસો થતો સૌને ચોંકાવી દીધા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે,ખાલી એક મહિનાના માસૂમ બાળકને ૧ લાખ ૨૦ હજાર રુપિયામાં વેચી દીધા બાદ જૈવિક માતા-પિતાએ એ પૈસાથી બે બ્રાન્ડેડ સ્માર્ટફોન અને લગભગ ૬૨ હજાર રુપિયાના સોનાના દાગીના ખરીદી લીધા.