હવે ઓટીપી મેચ થાય તો જ એલપીજી સીલીન્ડરની ડીલીવરી મળશે

હવે ઓટીપી મેચ થાય તો જ એલપીજી સીલીન્ડરની ડીલીવરી મળશે

(એજન્સી)      નવી દિલ્હી તા.૩૦:
ઈરાનના કારણે સર્જાયેલી ક્રુડ-ગેસના ભાવવધારા તથા પુરવઠાની સમસ્યા વચ્ચે સરકારે એલપીજી કનેકશન ધારકો માટે જયાં પાઈપલાઈન એટલે કે પીએનજી ગેસ સુવિધા હોય ત્યાં આ પ્રકારની ગેસ સેવા- પાઈપલાઈન મારફત લેવાનું ફરજીયાત બનાવ્યું છે અને તબકકાવાર તેનો અમલ થઈ રહ્યો છે. આવતીકાલથી રાંધણગેસ ડીલીવરી સમયે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર એટલે કે જે નામ અને મોબાઈલ નંબરના આધારે તમારુ સીએનજી કલેકશન જોડાયેલું હોય તેના પર એક ઓટીપી આવશે જે તમારે ડીલીવરીમેન સાથે શેર કરવાનો રહેશે. ડીલીવરીમેન પોતાના મોબાઈલ પર આ ઓટીપી દાખલ કરીને જે તે ગ્રાહકને જ ગેસ સીલીન્ડરની ડીલીવરી થઈ છે તે નિશ્ચિત કરશે. આ નવી વ્યવસ્થા એટલા માટે દાખલ થઈ છે કે કોઈ ભૂતીયા કનેકશનમાં ડીલીવરી થતી હોય તો તે પારખી શકાશે. બીજુ તમારો ગેસ સીલીન્ડર ડીલીવરીમેન બીજાને આપી શકશે નહી.  આવતીકાલે તા.૧ ઓકટોથી આ ઉપરાંતના પણ ફેરફાર થશે.