શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો  સેન્સેકસમાં 1000 પોઈન્ટનો કડાકો

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો  સેન્સેકસમાં 1000 પોઈન્ટનો કડાકો

(એજન્સી)    નવી દિલ્હી તા.૨૪:
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે આજે સ્થાનિક શેરબજારમાં ફરી ઘટાડો થયો છે. શરૂઆતના ટ્રેડિગમાં BSE સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 50 ઇન્ડેક્સ 200 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. 
પાછલા સત્રમાં, સેન્સેક્સ 852.49 પોઈન્ટ ઘટીને, જ્યારે નિફટી 205.05 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. ત્રણ સત્રમાં સેન્સેક્સ 2,400 પોઈન્ટથી વધુ ઘટ્યો છે.