અફઘાનીસ્તામાં ભારે પુર-વરસાદને કારણે ૧૭ના મોત

અફઘાનીસ્તામાં ભારે પુર-વરસાદને કારણે ૧૭ના મોત

(એજન્સી)            કાબુલ તા.૨:
દેશની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરમાં ઓછામાં ઓછા ૧૭ લોકો માર્યા ગયા છે અને ૧૧ અન્ય ઘાયલ થયા છે. જોકે, મોસમના પહેલા ભારે વરસાદ અને હિમવર્ષાથી લાંબા સમયથી ચાલતા દુષ્કાળનો અંત આવ્યો છે. અફઘાનિસ્તાન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના પ્રવક્તા મોહમ્મદ યુસુફ હમ્મદે જણાવ્યું હતું કે ગંભીર હવામાને મધ્ય, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમી પ્રદેશોમાં દૈનિક જીવનને પણ ખોરવી નાખ્યું છે.