અમેરીકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી કરપીણ હત્યા

વીજાપુર તાલુકાના જંત્રાલ ગામની વતની મેઘના પટેલ પર અજાણ્યા શખ્સે અંધાધુંધ ગોળીબાર કર્યો

અમેરીકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી કરપીણ હત્યા

(બ્યુરો)            જંત્રાલ  તા.26:
અમેરિકાની ધરતી પર વધુ એક વાર ગુજરાતીની હત્યા થઈ છે. વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની પાટીદાર દીકરી મેઘના પટેલની હત્યા થઈ છે. પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા મેઘના પટેલની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી. હુમલાખોરોએ ક્યાં કારણોસર ગોળી મારી તે હજુ સ્પષ્ટ થયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના વિજાપુર તાલુકાની જંત્રાલ ગામની વતની મેઘના પટેલ પોતાના પરિવાર સાથે વર્ષોથી અમેરિકા સ્થાયી થઈ હતી. તેઓ સ્ટોરમાં હતા ત્યારે એક હુમલાખોર આવ્યો હતો. આ અજાણ્યા શખ્સે મેઘના પટેલ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલાખોર ગોળી ચલાવીને ત્યાંથી ભાગી ગયો હતો. મેઘના પટેલને હુમલા બાદ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતું તેઓ બચી શક્યા ન હતા.આ ઘટનાથી ફરી એકવાર અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ડરનો માહોલ ફેલાયો છે.