અમેરીકામાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યા : ૧પ દિવસમાં ત્રણ ભારતીયોની હત્યા કરાઈ
(એજન્સી) બારડોલી,તા.૬:
અમેરિકામાં વધુ એક ગુજરાતી હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના મૂળ વતની અને અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા રાકેશભાઈ ધીરુભાઈ પટેલની હત્યા કરવામાં આવી છે. આ યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
ગત ૩ તારીખે રાકેશભાઈ પટેલ તેમની મોટેલની બહાર ઊભા હતા. આ દરમિયાન વ્યક્તિ કસ્ટમર બનીને આવ્યો હતો અને વિના સાવ નજીકથી ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા જ રાકેશભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.


