ઉના પોલીસે એસ.ટી. બસ સ્ટેશનમાં ઊભેલ બે યુવાનોને ઈંગ્લીશ દારૂની ૧૪૪ બોટલ સાથે ઝડપી લીધા

ઉના પોલીસે એસ.ટી. બસ સ્ટેશનમાં ઊભેલ બે યુવાનોને ઈંગ્લીશ દારૂની ૧૪૪ બોટલ સાથે ઝડપી લીધા

ઉના તા. ર૦
ઉનાના એસ. ટી. બસસ્ટેશનમાં ઊનાના પોલીસ ઇન્સ્પેકટર એન.બી. ચૌહાણની સૂચનાથી એ.એસ.આઇ. શાંતિભાઈ સોલંકી, ભાવસિંહ પરમાર, પો. કો. સુનિલભાઈ બાંભણિયા અને પો. કો. ભૂપતસિંહ અને સ્ટાફે બાતમીના આધારે ઉના એસ. ટી. બસ સ્ટેશનમાં બસની રાહ જાેઈ ઊભેલા બે યુવાનો અશોક ઉર્ફે મંગુભાઈ બટુકભાઈ મૈયા રે. ઉના, નીતિન ભીખાભાઇ ડાભી રે. ઉનાને રોકી તપાસ કરતા તેમના થેલા ચેક કરતા તેમાં પર પ્રાંતની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૪૪ કીંમત રૂા.૨૫,૨૦૦/ બે મોબાઇલ ફોન  રૂા.૨૫૭૦૦/ મળી કુલ રૂપિયા ૫૦,૯૦૦/નો મુદામાલ કબજે કરી પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરતા વધુ પૂછપરછ કરતા બીજા બે આરોપી જીતુભાઈ રાઠોડ અને રાજેશનું નામ ખુલતા તેમની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.