ઊનાની એચ.એમ.વી. કોલેજની ટીમ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં વિજેતા બની
(પ્રતિનિધિ દ્વારા)
ઊના તા.૧૦
ઊના શહેરમાં આવેલ એચ.એમ.વી. કોલેજની ટીમ તાજેતરમાં કેશોદ મુકામે યોજાયેલ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટિ આંતર કોલેજ કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઈ હતી. અતી ક્ઠીન ગણાતી ૧૦ કિલોમીટર દોડ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં બીજાક્રમે બાંભણિયા વિશાલ ડી., ત્રીજા ક્રમે સોલંકી અલ્પેશ જે. ચોથા ક્રમે ગોહિલ અરવિંદ કે. છઠા ક્રમે સોલંકી વિશાલ વી. બહેનોના વિભાગમાં છઠા ક્રમે બાંભણિયા ભૂમિકા બી. વિજેતા બની હતી. આ વિજેતા થયેલ વિધાર્થીઓ આગમી સમયમાં નેશનલ કક્ષા રમવા જશે. વિજેતા વિધાર્થીઓની અનેરી સિદ્ધિઓ બદલ અને માર્ગદર્શન આપનાર ભાવેશભાઈ પરમારને ગુપ્ત પ્રયાગ એજ્યુકેશન ટ્રસ્ટ સ્થાનિક સંચાલન સમિતિ અને કોલેજના ઈનચાર્જ પ્રિન્સિપાલ પ્રવિણભાઈ એમ. ધાંધલા અને કોલેજ પરિવાર અભિનદન આપેલ હતા.


