કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો : બંને સામે માનહાનીનો કેસ ચાલશે
(બ્યુરો) અમદાવાદ તા.૧૩
કેજરીવાલ અને સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. ઁસ્ની ડિગ્રી અંગે કરેલી ટિપ્પણીના કેસમાંથી અલગ કરવાની કેજરીવાલની અરજી હાઇકોર્ટે ફગાવી છે. હવે હાઈકોર્ટના ટ્રાયલ બાદ કેસ આગળ વધારાશે. સાંસદ સંજયસિંહે કરેલી અરજી પણ ફગાવી દેવાઈ છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની અરજીઓ નામંજૂર કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં પહોંચ્યા હતા. કોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. મૂળ આ કેસમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે ૨૦૨૩માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવસિર્ટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહત માંગી હતી.અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી, કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટએ તેમની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ.


