ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં ભારે ઉછાળો : દર કલાકે ર૧ કેસ

ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં ભારે ઉછાળો : દર કલાકે ર૧ કેસ

(બ્યુરો) અમદાવાદ,તા.૨૫:  
સરકાર સાયબર ફ્રોડથી નાગરિકોને બચાવવા ગમે તેટલા જાગૃતિ કાર્યક્રમો કરે તેમ છતાં રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનામાં તોતિગ ઉછાળો આવ્યો છે. સાયબર અપરાધીઓ અવારનવાર સામાન્ય નાગરિકોને ડરાવી-ધમકાવીને ‘ડિજિટલ એરેસ્ટ‘ જેવા ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે.  ૧ જાન્યુઆરીથી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીના ડેટા મુજબ, ગુજરાતમાં સાયબર ફ્રોડનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સાયબર ફ્રોડના ૧,૦૬,૮૮૨ કેસ નોંધાયા છે. જેનો અર્થ દરરોજ આશરે ૫૦૪ અથવા દર કલાકે લગભગ ૨૧ કેસ નોંધાઈ રહ્યા છે. સાયબર ક્રાઈમમાં સૌથી સામાન્ય ફ્રોડ જૂની પદ્ધતિ એટલે કે ભોગ બનનાર પાસેથી છેતરીને OTP મેળવવો રહ્યો છે. ૨૬,૦૪૧ કેસ સાથે, રાજ્યમાં નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી લગભગ દર ચારમાંથી એક ફરિયાદ ફ્રોડની હતી.
૨૧,૦૨૩ કેસ સાથે ખોટી ઓળખ ઊભી કરીને થતી છેતરપિડી  બીજા ક્રમે સૌથી મોટો ખતરો હતો, ત્યારપછી ઓનલાઇન શોપિગ ફ્રોડના ૧૫,૦૮૪ કેસ નોંધાયા હતા. આ ત્રણેય કેટેગરીના મળીને કુલ નોંધાયેલા સાયબર ફ્રોડ કેસોના લગભગ ૫૮% હિસ્સો ધરાવે છે.
જાેકે આ આંકડાઓમાં પીડિતોની ઉંમર કે લિગ અલગથી દર્શાવવામાં આવ્યા નથી, પરંતુ કેટલીક શ્રેણીઓ મહિલાઓ અને સગીરાઓ માટે ખાસ ચિતાજનક ઓનલાઇન જાેખમ તરફ ઈશારો કરે છે.