જૂનાગઢના ચિતાખાના ચોક વિસ્તારમાં ચકલી-પોપટ જુગાર કલબ પર એસએમસી ત્રાટકી : ૧૬ જુગારી ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.રપ
જૂનાગઢ શહેર મધ્યે આવેલ ચિતાખાના ચોક વિસ્તારમાં ચાલતા ચકલી-પોપટ જુગાર કલબ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ૧૬ શખ્સોને રૂા. ર,૭૪,ર૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જે.એચ.સિસોદિયા સહિતની ટીમે ચિતાખાના ચોક વિસ્તારમાં ચાલતી ચકલી-પોપટ જુગારની કલબ પર દરોડો પાડી ફિરોજ અંસારી, નાસિર હાલા, યુસુફ ઉર્ફે ઇસાક જુણા, ઓસમાન શેખ, સોકત હાલા, સરફરાજ સેતા, ફિરોજ મંધરા, તસ્લીમ હાલા, ઇકબાલખાન પઠાણ, મેરાજ હાલા, સલીમબિન મોહમ્મદ આરબ, વિરેન વિઠ્ઠલાણી, સુલેમાન હાલા, નરેન્દ્ર કારિયા, બખસ બેલીમ અને શોએબ નાગોરીને રોકડ રકમ રૂા. ૫૮,૭૬૦, તેમજ ૧૭ નંગ મોબાઈલ કિંમત રૂા. ૧,૨૫,૫૦૦ અને ૩ વાહનો જેની કિંમત રૂા. ૯૦,૦૦૦ મળી કુલ રૂા.ર,૭૪,ર૬૦ના મુદ્દામાલ સાથે ચકલી-પોપટનો જુગાર રમતા ઝડપી લઈ એ ડીવીઝન પોલીસ મથકે ધોરણસરની કાર્યવાહી કરી છે. એસએમસીની ટીમે એ ડીવીઝન પોલીસને ઉંઘતી રાખી અને જુગારધામ ઉપર ત્રાટકી ૧૬ શખ્સોને ઝડપી લેવાની કાર્યવાહીના પગલે જુગારીઓમાં ફફડાટ ફેલાય ગયેલ છે તેમજ જુગાર સહીતની ગેરકાનુની પ્રવૃતિ કરનારાઓમાં પણ ભય ફેલાયો છે.


