જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા નિ:શુલ્ક ચોપડાઓનું વિતરણ કરાયું

સેવા, સંસ્કાર અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન ગિરનારી ગ્રુપ સમાજનું કેન્દ્ર છે : ડો. હાર્દિક મકવાણા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જૂનાગઢ

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા નિ:શુલ્ક ચોપડાઓનું વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.8
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ગિરનારી ગ્રુપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન મળે અને જરૂરિયાતમંદ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા હેતુસર તારીખ 7 મે રવિવારના રોજ સવારે 10:30 થી 12:30 કલાક દરમિયાન ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ મંદિર ખાતે નિ:શુલ્ક 5100 ચોપડાઓના વિતરણનો સેવાયજ્ઞ યોજાયો હતો. આ સેવા યજ્ઞનુ દીપ પ્રાગટ્ય પ્રો. પી. બી. ઉનડકટ (ટ્રસ્ટી શ્રી જલારામ ભક્તિ ધામ મંદિર), મનસુખભાઈ વાજા, કે. કે. ગોસાઈ બાપુ, ડો. હાર્દિક મકવાણા, પી. સી. ભટ્ટ, અરસીભાઈ રામ, જયેશભાઇ જાદવ, બાલુભાઈ ડાકી, રંજનબેન પાઠક, નગાજણભાઈ ગરેજા, પરેશભાઈ પંડ્યા સહિત ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. જ્યારે અતિથિ વિશેષ પદે ડો. ચિંતન યાદવ, ડો. ધિરેન કપુપરા, ડો. પ્રવીણ દુધાત, ડો. હિરેન અખેડ, વર્ષાબેન બોરીસાંગર, આશાબેન શ્રીવાસ્તવ, હરસુખભાઈ વડાલીયા, સુરેશભાઈ મોણપરા, રંજનબેન પાઠક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય આયોજન અંતર્ગત થેલેસેમીયાગ્રસ્ત પીડિત બાળકો, એચ.આઈ.વી.ગ્રસ્ત પીડિત પરિવારોના અભ્યાસ કરતા બાળકો, સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, માતા-પિતા વિહોણા બાળકો તેમજ અતિ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ધોરણવાર ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. “શિક્ષણ એ જીવન પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન છે” એવા ભાવ સાથે યોજાયેલ આ સેવાયજ્ઞમાં ગૌરવભાઈ રૂપારેલીયા, જયકિશનભાઈ દેવાણી, અમિતભાઈ ચરાડવા, ડો. ચિંતન યાદવ, ડો. કે.પી. ગઢવી, ડો. આકાશ કોરાટ, ડો. શ્રેયા એ. કોરાટ, ડો. રમેશ માલમ, ડો. ભાર્ગવ ફળદુ, ડો. પૂજા ટાંક (કોયાણી), ડો. જય કણસાગરા, ડો. પ્રવીણ દુધાત, ડો. નિલેશ વેકરીયા, મનસુખભાઈ રૂપારેલીયા, દીપકભાઈ રૂપારેલીયા, સ્વ. દર્શનભાઈ રાદડિયા, પ્રો. પી.બી. ઉનડકટ સહિતના દાતાઓએ આર્થિક સહયોગ આપી આ પુણ્યકાર્યને બળ પૂરું પાડ્યું હતું. ગિરનારી ગ્રુપ દ્વારા સતત સમાજના વિવિધ વર્ગોને સ્પર્શતી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ નિ:શુલ્ક ચોપડા વિતરણનો કાર્યક્રમ અનેક બાળકોના ચહેરા પર ખુશી અને નવા શૈક્ષણિક વર્ષની નવી આશા લઈને આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારની ગૃપના સભ્યઓ દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, દેવાંગભાઈ પંડ્યા, કિર્તીભાઈ પોપટ, હરિભાઈ કારીયા, ભરતભાઈ સંપટ, ભાર્ગવભાઈ દેવમુરારી, પિયુષભાઈ કાછડીયા, વિજયભાઈ દવે, બીપીનભાઈ ઠકરાર, રામદેવભાઈ ખેર, રાજુભાઈ મણિયાર, કમલેશભાઈ સૈજુ, મનોજભાઈ વાઢીયા, રવિભાઈ ઝાલા, સુરેશભાઈ વાઢીયા, ગીરીશભાઈ પાબારી, જયમીનભાઇ મહેતા, દિલીપભાઈ દેવાણી, સમીરભાઈ ઉનડકટ સહિતા લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.