જૂનાગઢ શહેર-જીલ્લામાં ૭૭માં પ્રજાસતાક પર્વની સોમવારે ઉજવણી

જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કેશોદ ખાતે થશે : કલકેટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે ધ્વજ વંદન થશે

જૂનાગઢ શહેર-જીલ્લામાં ૭૭માં પ્રજાસતાક પર્વની સોમવારે ઉજવણી

જૂનાગઢ તા.ર૪
પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી તા.૨૬ના રોજ સવારે ૯ કલાકે કેશોદ ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાનાં હસ્તે ધ્વજવંદન  થશે. ત્યાર બાદ પરેડનું નિરિક્ષણ, પ્રાસંગિક ઉદબોધન અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે. ૭૭માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદ  ખાતે થનાર છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમજ રાષ્ટ્રીય પર્વની ગરિમામય અને સૂચારૂ રીતે ઉજવણી થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના ઉપક્રમોનું રિહર્સલ કરવામાં આવી રહેલ છે. આમ, રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી માટે પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને પણ આ કાર્યક્રમમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે.
દેશના ૭૭માં પ્રજાસતાક પર્વની આવતીકાલે શાનદાર ઉજવણી કરવામાં આવશે. ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ પ્રજાસતાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ જીલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વ પ્રસંગે જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાનાં હસ્તે કેશોદ ખાતે સવારે ૯ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. આ સાથે જ જીલ્લાભરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવશે.  ભારત દેશ ૧પમી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજાેની ગુલામીમાંથી મુકત થયો અને પ્રજાકીય રાજ એટલે કે લોકશાહી રાષ્ટ્ર બન્યું અને ભારતવાસીઓ આઝાદ બન્યા હતા એટલે એ દિવસ ૧પમી ઓગષ્ટનો દિવસ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાઈ છે જયારે પ્રજાકીય તંત્ર અમલમાં આવ્યું ર૬મી જાન્યુઆરી ૧૯પ૦નાં દિવસે એટલે આ દિવસને પ્રજાસતાક દિન તરીકે ઉજવાઈ છે દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસતાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. દેશભરમાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને અનેકવિધ કાર્યક્રમો યોજાઈ છે. દેશની આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવભેર શ્રધ્ધાંજલી અપાઈ છે તેમજ રાષ્ટ્રીય ગીતના ગુંજારવ સાથે ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવે છે. રાષ્ટ્રભક્તિનાં ગીતો ગુંજી ઉઠે છે. દરમ્યાન ૭૭માં પ્રજાસતાક પર્વની સોમવારે દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે તયારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ પ્રજાસતાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ જીલ્લા કક્ષાનાં પ્રજાસતાક પર્વની ઉજવણી આ વર્ષે કેશોદ ખાતે કરવામાં આવનાર છે. આવતીકાલે પ્રજાસતાક પર્વ પ્રસંગે ધ્વજવંદન તેમજ રાષ્ટ્ર ધ્વઝને સલામી, માર્ચ પાસ્ટ સહિતના કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે સોમવારે  સવારે ૯ કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પ્રજાસતાક પર્વ પ્રસંગે ધ્વજવંદનના કાર્યક્રમ યોજાશે. જૂનાગઢ શહેરમાં આવેલ વિવિધ શાળા, કોલેજ ખાતે પણ પ્રજાસતાક પર્વ પ્રસંગે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સેવાકીય મંડળો તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા પણ ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજાશે. કોર્ટ કચેરી, સરકારી ઓફીસ સહિતનાં સ્થળોએ પણ ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાનાં વંથલી, બાંટવા, માણાવદર, બીલખા, વિસાવદર, ભેસાણ, કેશોદ, માંગરોળ, માળીયા, વડાલ સહિતનાં ગામોમાં પણ પ્રજાસતાક પર્વ પ્રસંગે ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજાશે. દેશમાં ૭૭માં પ્રજાસતાક પર્વની સોમવારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે.