ઝારખંડમાં વિજળી પડવાના બનાવોમાં ૧૭ના મોત : કેરળમાં ૪ દિવસમાં રપના મોત

ઝારખંડમાં વિજળી પડવાના બનાવોમાં ૧૭ના મોત : કેરળમાં ૪ દિવસમાં રપના મોત

(એજન્સી)     નવી દિલ્હી તા.૫:
દેશના ઘણા રાજ્યોમાં સતત થઈ રહેલો વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાનાં બનાવોમાં ૧૪ લોકોના મોત થયા છે, જ્યારે ૮ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ ૯ મોત ગિરિડીહ, ૩ દુમકા અને ૨ લાતેહાર જિલ્લામાં થયા છે. યુપીના મિર્ઝાપુરમાં પણ ૩ લોકોનાં જીવ ગયા. બે બાળકોનાં મોત ખાડામાં ડૂબી જવાથી થયા. એક ૨૫ વર્ષના યુવક પર વીજળી પડી હતી. બીજી તરફ કેરળમાં ૧ ઓગસ્ટથી સતત વરસાદે અત્યાર સુધીમાં ૨૫ લોકોનો ભોગ લીધો છે, જ્યારે ૪ લોકો ગુમ છે. સતત વરસાદ અને પૂરના કારણે હજારો લોકોને ઘર છોડવા પડ્યા છે.