ટ્રમ્પને ફટકો : વધુ એક ટોચના અધિકારી નૌસેના સચીવ જાેન ફેલને રાજીનામું આપ્યું

ટ્રમ્પને ફટકો : વધુ એક ટોચના અધિકારી નૌસેના સચીવ જાેન ફેલને રાજીનામું આપ્યું

વોશિંગ્ટન તા.૨૩
હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી અને ઈરાન યુદ્ધના નાજુક સીઝફાયર વચ્ચે અમેરિકી નૌસેનાના ટોચના નાગરિક અધિકારી, નૌસેનાના સચિવ જોન ફેલને ટ્રમ્પ પ્રશાસનમાંથી અચાનક રાજીનામુ આપી ટ્રમ્પ પ્રશાસનને ઝટકો આપ્યો છે. પેન્ટાગોને ગઈકાલે નિવેદન જાહેર કરી કહ્યું હતું કે ફેલને તાત્કાલીક અસરથી પોતાનું પદ છોડયું છે. પેન્ટાગોને આ અચાનક ફેરફારનું કોઈ કારણ નથી બતાવ્યું. પેન્ટાગોનના પ્રવકતા શોન પાર્નેલે તેમની સેવાઓ માટે ધન્યવાદ કહ્યું હતું. ફેલનનું રાજીનામુ રક્ષા સચીવ પીટ હેગસેથ દ્વારા સેનાના ટોચના અધિકારી જનરલ રેન્ડી જયોર્જને બરખાસ્ત કરાયાના કેટલાક સપ્તાહ બાદ આવ્યું છે.