સઉદી અરબના યમન પર હવાઈ હુમલા બાદ યુએઈએ યમનમાંથી સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી

સઉદી અરબના યમન પર હવાઈ હુમલા બાદ યુએઈએ યમનમાંથી સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી
Bhaskar English

અબુધાબી તા.૩૧
સંયુક્ત આરબ અમીરાતએ યમનથી પોતાની સેના પાછી ખેંચવાનો ર્નિણય કર્યો છે. UAEએ કહ્યું છે કે તે યમનમાં ચાલી રહેલા પોતાના આતંકવાદ વિરોધી ઓપરેશનને સમાપ્ત કરી રહ્યું છે. આ ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સાઉદી અરબે UAE પર યમનના અલગતાવાદી જૂથ STCને સમર્થન આપવાના આરોપો લગાવ્યા છે. આ પહેલા યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારે UAEને કહ્યું હતું કે તે ૨૪ કલાકની અંદર પોતાની સેના યમનથી હટાવી લે. આ માંગને સાઉદી અરબનું પણ સમર્થન મળ્યું હતું. તેના થોડા સમય પછી જ UAEએ પોતાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી દીધી. સાઉદી અરબના નેતૃત્વ હેઠળના ગઠબંધને ગઈકાલે યમનના મુકલ્લા બંદર પર હુમલો કર્યો હતો. સાઉદીનું કહેવું હતું કે મુકલ્લા બંદર પર જે જહાજ પહોંચ્યું હતું, તેમાં UAEથી હથિયારો મોકલવામાં આવ્યા હતા. સાઉદીએ આરોપ લગાવ્યો હતો કે આ હથિયારો યમનના દક્ષિણી ભાગમાં સક્રિય અલગતાવાદી સંગઠન સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ ને આપવાના હતા.