ડીજી લોકરમાં રહેલા દસ્તાવેજાે પાસપોર્ટ કચેરી માન્ય રાખશે
(બ્યુરો) અમદાવાદ ત:.૦૯
પાસપોર્ટ બનાવવા માટે આધાર, પાન, ડ્રાઈવીંગ લાયસન્સ કે પછી યુનિ.ની માન્ય ડીગ્રી જેવા દસ્તાવેજો જે ઓરીજનલ હોય તે તમારે પાસપોર્ટ ઈન્ટરવ્યુ સમયે જવું પડે છે અને તેનું વેરીફીકેશન થાય છે પણ હવે અમદાવાદ પાસપોર્ટ ઓફીસે આ પ્રકારના ઓરીજનલ દસ્તાવેજો માટે ડીજી લોકરની અંદર જે દસ્તાવેજો ઉપલબ્ધ રહે છે.
તે માન્ય ગણ્યા છે અને અરજદારે તેના ડીજી લોકરના દસ્તાવેજો જે સરકાર માન્ય સીસ્ટમથી અપલોડ થયા છે તેનું પાસપોર્ટ અરજી સાથે
લીંકઅપ કરી દેવાના રહેશે જેથી તે દસ્તાવેજોની ઓટોમેટીક ચકાસણી થઈ જશે.
અરજદાર માટે ડીજી લોકરમાં રખાયેલા દસ્તાવેજો જે હોય છે તે પાસપોર્ટ અરજીના પોર્ટલ પર સીધા અપલોડ કરી શકશે અને તેના ડીજી લોકરના આ અરજીની પ્રક્રિયા માટે ચકાસણીની મંજુરી આપવાની રહેશે જેથી દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા સરળ બની જશે અને પાસપોર્ટ કચેરી ઈન્ટરવ્યુ સમયે તમારા ડીજી લોકરને એસેસ કરી દસ્તાવેજોની ચકાસણી થઈ છે તે નિશ્ચિત કરશે.


