તાલાલા મારામારીના કેસમાં જામીન અરજી નામંજૂર થતા લોક કલાકાર દેવાયત ખવડને જુનાગઢ જેલમાં લવાયા.

તાલાલા મારામારીના કેસમાં જામીન અરજી નામંજૂર થતા લોક કલાકાર દેવાયત ખવડને  જુનાગઢ જેલમાં લવાયા.
I AM GUJARAT

તાલાલાના ચિત્રોડ ગામમાં મારામારીની ઘટનામાં જાણીતા લોક કલાકાર દેવાયત ખવડ અને અન્ય 16 વ્યક્તિઓ વિરુદ્ધ ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરેલી. આ કેસમાં તાલાલા કોર્ટે ૧૧ સપ્ટેમ્બરના રોજ દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના પોલીસ રિમાન્ડ મંજુર કરેલા પરંતુ આ રીમાન્ડની અવધી પૂર્ણ થયા બાદ તાલાલા કોર્ટે રિમાન્ડને અવધિ વધુ ન લંબાવી અને જામીન પણ નામંજૂર કરીને દેવાયત ખવડ સહિતના આરોપીઓને આજે જુનાગઢ જેલમાં મોકલ્યા છે.