દ્વારકા શારદાપીઠ ખાતે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠી’નું ભવ્ય આયોજન

દ્વારકા શારદાપીઠ ખાતે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠી’નું ભવ્ય આયોજન

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. પ
દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શનમાં આગામી ૬ થી ૮ ફેબ્રુઆરી દરમ્યાન દ્વારકા શારાદાપીઠ ખાતે દરમ્યાન ત્રિદિવસીય ‘અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠી‘ રૂપે દ્વારકાના આંગણે એક ભવ્ય દ્વારકાધીશ સંસ્કૃત અકાદમી મર્હષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન ઉજજૈન (શિક્ષણ મંત્રાલય ભારત સરકાર)ના સંયુકત તત્ત્વાવધાનમાં વેદો અખિલો ધર્મ મૂલમ્‘ વિષય પર ત્રિદિવસીય વૈદિક સંગોષ્ઠીના આયોજન અને તૈયારીઓ અંગે ગત સાંજે શારદાપીઠ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી. પૂ.શંકરાચાર્યજીની અધ્યક્ષતામાં અને બ્રહ્મચારી નારાયણાનંદજીની ઉપસ્થિતિમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા અંગે વિવિધ કમિટીની રચના કરી દરેક કમિટીને તેમના આયોજન લક્ષી કાર્યોનું સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ ત્રિદિવસીય વૈદિક સંગોષ્ઠીમાં ભારતભરથી પ્રકાંડ પંડિતો, વિદ્વાનો અને વેદપાઠીઓ ઉપસ્થિત રહેશે જે અંતર્ગત વેદોના જ્ઞાન અને ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.