અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન પહેલેથી જ ખામી વાળુ હતું : સનસનીખેજ રીપોર્ટમાં દાવો
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
અમદાવાદમાં ૧૨ જુન ૨૦૨૫ના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થયું હતું. જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આ પ્લેન ક્રેશને લઇને અમેરિકાના એવિએશન સેફટી કેમ્પેન ગ્રુપે અમેરિકાની સંસદમાં રિપોર્ટમાં સનસનીખેજ દાવો કર્યો છે કે દુર્ઘટના પહેલા વિમાન અનેકવાર ખરાબ થઇ ચૂક્યું હતું.
તેની એન્જિનિયરીંગ ગુણવત્તા અને મેન્ટેનન્સમાં ઘણી ખામીઓ આવી રહી હતી. પ્લેનમાં ઇલેક્ટ્રોનિક સોફટવેર, સરકીટ બ્રેકરોનું વારંવાર ટ્રિપ થઇ જવું, ખરાબ વાયરીંગ શોર્ટ સકિર્ટ, વીજળીના પુરવઠામાં ઘટ, પાવર સિસ્ટમ ગરમ થઇ જવી જેવી અનેક સમસ્યાનો રિપોર્ટ અગાઉ થઇ ચૂક્યો હતો.
ગુજરાતના અમદાવાદમાં ૧૨ જૂન ૨૦૨૫ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના મહિનાઓ બાદ, અમેરિકાના એવિએશન
સેફ્ટી ગ્રુપે દુર્ઘટનાના સંભવિત કારણો અંગે આ સનસનીખેજ રિપોર્ટ રજૂ કર્યો છે.
ફાઉન્ડેશન ફોર
એવિએશન સેફ્ટી (હ્લછજી) નામના આ જૂથે દાવો કર્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઈંગ ૭૮૭ વિમાન ક્રેશ થતાં પહેલાં પણ ઘણી વખત ગંભીર ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતું.


