શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને કલાસ વન અધિકારીએ અકસ્માતે પત્નીને ગોળી મારી : પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર

કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને સાંસદ

શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને કલાસ વન અધિકારીએ અકસ્માતે પત્નીને ગોળી મારી : પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર

(બ્યુરો)          અમદાવાદ તા.૨૨
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા દ્ગઇૈં ટાવરમાં ગઈકાલે ગત મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-૧ અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ 
ગોહિલ રિવોલ્વર ફેરવતા 
હતા તે સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 
૧૦૮ને કોલ કર્યો હતો. ૧૦૮ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
દંપતી કાલે જમવા માટે 
એક સબંધીના ઘરે ગયા 
હતા, જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ બનાવ 
બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજના ૬૦ વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા.
આ મામલે વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ 
હાથ ધરી છે. ઘટનાને પગલે દ્ગઇૈં ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, મૃતક ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ ૨માંથી વર્ગ ૧ અધિકારી બન્યા હતા.