નેપાળમાં ફરી હિંસા ભડકી : વિવિધ જેલોમાંથી ૧૩૦૦૦ કેદીઓ ફરાર

પોલીસ ગોળીબારમાં પાંચ સગીર કેદીઓના મોત

નેપાળમાં ફરી હિંસા ભડકી : વિવિધ જેલોમાંથી ૧૩૦૦૦ કેદીઓ ફરાર
WION

કાઠમંડુ,તા.૧૧:
નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો લાભ લઈને ૧૩ હજારથી વધુ કેદીઓ વિવિધ જેલોમાંથી ભાગી ગયા છે.
નેપાળના સ્થાનિક અખબાર અનુસાર, ગત રાત્રે નૌબસ્તા જેલમાં સુરક્ષા કર્મચારીઓ સાથે થયેલી અથડામણ દરમિયાન, સગીર કેદીઓએ હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ૫ાંચ સગીર કેદીઓ માર્યા ગયા અને ૪ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેલ વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન કુલ ૧૪૯ કેદીઓ અને ૭૬ સગીર કેદીઓ ભાગી ગયા હતા. ગૃહ મંત્રાલયના સૂત્રોને ટાંકીને અખબારે જણાવ્યું હતું કે, વિવિધ જેલોમાંથી ભાગી ગયેલા કેદીઓના સમાચાર આવ્યા છે, તે પ્રમાણે દિલ્હીબજાર જેલમાંથી ૧૧૦૦ કેદીઓ, ચિતવનમાંથી ૭૦૦, નક્કુમાંથી ૧૨૦૦, ઝુમ્પકામાંથી ૧૫૭૫, કંચનપુરમાંથી ૪૫૦, કૈલાલીમાંથી ૬૧૨, જલેશ્વરમાંથી ૫૭૬, કાસ્કીમાંથી ૭૭૩, ડાંગમાંથી ૧૨૪, જુમલામાંથી ૩૬, સોલુખુમ્બુમાંથી ૮૬, ગૌરમાંથી ૨૬૦ અને બજંગમાંથી ૬૫ કેદીઓ ભાગી ગયા હોવાના રિપોર્ટ આવ્યા છે. સિંધુલી જિલ્લાની સિંધુલીગઢી જેલમાંથી ૪૭૧ કેદીઓ ભાગી ગયા છે, જેમાં ૪૩ મહિલાઓનો સમાવેશ થાય છે.