રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બાબતે નાનકડા દેશ હંગેરીએ ટ્રમ્પને રોકડું સંભળાવ્યું.
હંગેરીના વિદેશ મંત્રી પીટર સિજ્જાર્ટોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેમના દેશ માટે રશિયન ગેસ અને ક્રુડ ઓઈલ ખુબ જરૂરી છે તેમજ જે દેશ પાસે માળખાગત સુવિધાઓ હશે તેમની પાસેથી જ અમે ખરીદી કરી શકીએ આથી તેઓ કોઇપણ સંજોગોમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ નહી કરે.
ઉલ્લેખનીય છે કે હંગેરીના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસંશક અને નજીકના સાથી છે. તેમજ તેઓએ યુક્રેનની નિંદા કરીને રશિયા સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા છે.


