નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાશે
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૯
વર્ષોથી વન અને પર્યાવરણનું સરક્ષણ કરતી સેવાભાવી સંસ્થા-નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા તા.૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી તળાવ દ૨વાજા સ્થિત, સિટી પોઈન્ટ કોમ્પલેક્ષ, પહેલા માળે સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલમાં સવારે ૧૦:૩૦ થી બપોરે ૧ કલાક સુધી વિના મૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢના પ્રમુખ ડો.પાર્થ ગણાત્રા દ્વારા લોકોને ઉનાળા દરમ્યાન પક્ષીઓ માટે ચણ તથા એક વાસણમાં પાણી રાખવા માટે પણ અપીલ કરવામાં આવે છે અને આવતીકાલ તા. ૨૦ માર્ચના રોજ સવારે વિના મૂલ્યે ચકલીના માળા મેળવી શકો છો તેમ જણાવેલ છે.


