પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીર દ્વારા બાબરી મસ્જીદનો પાયો નાખવાની તૈયારી
અયોધ્યામાં વિવાદીત માળખાના ધ્વંશના આજે ૩૩ વર્ષ પૂર્ણ થવા પર બેલડાંગામાં બાબરી મસ્જીદનો શિલાન્યાસ કરવાની હુમાયુ કબીરની જાહેરાતથી સમગ્ર વિસ્તારમાં હાઈએલર્ટ : લોખંડી બંદોબસ્ત તૈનાત
(એજન્સી) કોલકાતા તા.૦૬
પશ્ચિમ બંગાળના મુશિર્દાબાદ જિલ્લામાં આવેલા બેલડાંગામાં તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીર આજે બાબરી મસ્જિદનો પાયો નાખવાની તૈયારી કરી રહ્યા છે. તેમના સમર્થકો સવારથી માથા પર ઈંટો લઈને નિર્માણ સ્થળ તરફ જવા નીકળ્યા છે.
બેલડાંગા સહિત આસપાસનો વિસ્તાર આજે હાઈ એલર્ટ પર છે. કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે મસ્જિદ નિર્માણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હાઈ કોર્ટે કહ્યું- કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.
હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે બેલડાંગા અને રાનીનગર પોલીસ સ્ટેશનના વિસ્તાર અને આસપાસ સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની ૧૯ ટીમો, રેપિડ એક્શન ફોર્સ, બીએસએફ, સ્થાનિક પોલીસની અનેક ટીમો સહિત ૩ હજારથી વધુ જવાનો તૈનાત કર્યા છે.
હુમાયુ કબીરે ૨૫ નવેમ્બરે કહ્યું હતું કે તેઓ ૬ ડિસેમ્બરે અયોધ્યામાં વિવાદિત માળખાના ધ્વંસના ૩૩ વર્ષ પૂરા થવા પર બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરશે. ્સ્ઝ્રએ ૪ ડિસેમ્બરે હુમાયુ કબીરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.


