બાંગ્લાદેશમાં મૌલવીઓના ભડકાઉ ભાષણો  હિન્દુઓ વિરૂધ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે

બાંગ્લાદેશમાં મૌલવીઓના ભડકાઉ ભાષણો  હિન્દુઓ વિરૂધ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે

(એજન્સી)               ઢાકા તા.૧૭:
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ દુવ્ર્યવહાર અને હિસા ચાલુ છે. ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા, વધુને વધુ ખતરનાક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવી રહ્યા છે. 
એવું લાગે છે કે 
મૌલવીઓએ હિન્દુઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં, એક મૌલવી હિંદુઓને મતદાન કરવું હરામ છે જાહેર કરે છે, જ્યારે બીજામાં, એક નેતા બાંગ્લાદેશમાંથી મંદિરોનો નાશૅ કરવાનું કહેતો સંભળાય છે. બાંગ્લાદેશમાં, મૌલવીઓ તેમની રેલીઓમાં હિન્દુઓ વિરુદ્ધ સતત ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં, મૌલવીને પૂછવામાં આવે છે, શું આપણે ચૂંટણીમાં હિન્દુ ઉમેદવારને મત આપી શકીએ ? શું આપણે હિન્દુ પક્ષને મત આપી શકીએ ? મૌલવી જવાબ આપે છે, ના, તે બિલકુલ માન્ય નથી. મૌલવી પહેલા કટાક્ષભર્યા સ્મિત સાથે હસતા જોવા મળે છે અને પછી કહે છે, હિંદુને મત આપવો માન્ય નથી. પછી તે પુનરાવર્તન કરે છે, હિંદુને મત આપવો માન્ય નથી. તે આગળ જાહેર કરે છે, હિંદુઓ અથવા નાસ્તિકોને મત આપવો માન્ય નથી. કાર્યક્રમ દરમિયાન, તે જાહેર 
કરે છે કે કોઈપણ હિન્દુ ઉમેદવાર અથવા નાસ્તિકને મત આપવો હરામ છે, જેનો અર્થ ઇસ્લામમાં પ્રતિબંધિત છે.