ભડકે બળી રહેલું નેપાળ : ૩૦ શહેરોમાં કર્ફયુ

Gen-Z માં પ્રચંડ આક્રોશ : નેપાળની ઓલી સરકારના ત્રણ પ્રધાનોએ રાજીનામા આપ્યા : વડાપ્રધાન કેપી શર્મા ઓલી પણ રાજીનામું આપશે અથવા દુબઈ ભાગી જવાની અફવા : નેપાળના રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શનકારીઓ ઘુસી ગયા : ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને ભાઈ-ભત્રીજા વાદ વિરૂધ્ધ નેપાળના યુવાનોમાં  પ્રચંડ રોષ : સંખ્યાબંધ મંત્રીઓ, સાંસદોના નિવાસસ્થાનો પર પ્રદર્શનકારીઓના હુમલા : વડાપ્રધાન ઓલીએ સર્વપક્ષીય બેઠક બોલાવી રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓ દ્વારા કબ્જાે અને તોડફોડ : નેપાળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના તમામ ર૧ સાંસદોએ આંદોલનને સમર્થન જાહેર કરી રાજીનામા આપ્યા : સંસદનો ભંગ કરી નવી ચૂંટણીઓ કરાવવાની માંગણી

ભડકે બળી રહેલું નેપાળ : ૩૦ શહેરોમાં કર્ફયુ
ભડકે બળી રહેલું નેપાળ : ૩૦ શહેરોમાં કર્ફયુ

(એજન્સી)              કાઠમંડુ તા.૯
ભારતના પડોશી દેશ નેપાળમાં ગઈકાલ બપોર બાદથી હિંસા ભડકી ઉઠી છે. સોશ્યલ મિડીયા વેબસાઈટ્સ યુ-ટયૂબ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે પર પ્રતિબંધ મુકવાના નેપાળ સરકારના નિર્ણય બાદ ૧૮ થી ર૮ વર્ષના યુવાનો કે જેઓ જનરેશન-ઝેડ (GEN-Z) તરીકે ઓળખાય છે. તેઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને હજારોની સંખ્યામાં યુવાનો નેપાળના પાટનગર કાઠમંડુ સહિત સમગ્ર દેશભરમાં તમામ નાના-મોટા શહેરોમાં સડકો પર નીકળીને સરકાર વિરૂધ્ધ ઉગ્ર હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. ગઈકાલે બપોર બાદથી ફાટી નીકળેલ તોફાનોને કાબુમાં લેવા માટે નેપાળી પોલીસ અને આર્મીએ કરેલ કાર્યવાહીમાં ર૦ પ્રદર્શનકારીઓના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. નેપાળમાં પરિસ્થિતિ કાબુ બહાર વણસી ગઈ છે. નેપાળના ૩૦ શહેરોમાં કર્ફયુ લાદવામાં આવ્યો છે. સમગ્ર નેપાળમાં ઠેર-ઠેર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર સંઘર્ષ થઈ રહ્યો છે. ઠેર-ઠેર પથ્થરમારો અને આગજનીની ઘટનાઓ બની રહી છે. નેપાળમાં ભડકી ઉઠેલી હિંસાને પગલે દેશભરમાં તમામ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. ભારત-નેપાળ સીમા પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. યુવાનોના આક્રોશને જાેતા નેપાળની કે.પી. ઓલી શર્માની સરકારનું ગમે ત્યારે પતન થાય તેવા સંજાેગો વર્તાઈ રહ્યા છે. યુવાનો વડાપ્રધાન શર્માના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. યુવાનોના આક્રોશ અને હિંસાના દબાણ હેઠળ ઓલી સરકારના ત્રણ પ્રધાનો જેમાં ગૃહમંત્રી, કૃષી મંત્રી અને આરોગ્ય મંત્રીનો સમાવેશ થાય છે રાજીનામું આપી દીધું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓએ નેપાળના રાષ્ટ્રપતિ ભવન પર કબ્જાે કરી લીધો છે. અને રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ મચાવી રહ્યા છે. જયારે આ સંજાેગોમાં નેપાળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના તમામ ર૧ સાંસદો રાજીનામું આપી રહ્યા છે. આરએસપી પાર્ટીના સાંસદોએ સંસદનો ભંગ કરી નવેસરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી છે. નેપાળમાં સ્થિતિ ખુબ જ ગંભીર બની ગઈ છે. અને ગમે ત્યારે કે.પી. ઓલી શર્માની સરકાર પડી ભાંગશે તેવા સંકેતો મળી રહ્યા છે. 
સોશિયલ મીડીયા પર રોક તેમજ ભ્રષ્ટાચાર મામલે ગઈકાલે નેપાળમાં રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં હિંસક આંદોલન શરૂ થતા અને પોલીસના ગોળીબારમાં ૨૦ યુવાનોના મોત થતા નેપાળની ઓલી સરકાર ઝુકી છે અને સોશિયલ મીડિયા પરની રોક હટાવવાની જાહેરાત કરી છે.
હવે સવાલ એ પણ છે કે આ આંદોલન માત્ર સોશિયલ મીડિયા પર રોક પુરતુ નહોતું. બલકે ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા અને ભાઈ-ભત્રીજાવાદ પણ સામે હતું ત્યારે આ આંદોલન શાંત પડશે કે ચાલુ રહેશે તેના પર સૌની નજર છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હટાવવાની જાહેરાત કર્યા બાદ વડાપ્રધાને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન દુ:ખદ ઘટનાથી ખૂબજ દુ:ખી છું, અમને વિશ્વાસ હતો. અમારા બાળકો શાંતિપૂર્વક પોતાની માંગ ઉઠાવશે પણ નિહિત સ્વાર્થોના કારણે વિરોધ પ્રદર્શનમાં ઘુસણખોરી થઈ ગઈ, જેના કારણે ઉત્પન્ન સ્થિતિથી નાગરિકોએ પોતાના જીવ ગુમાવવા પડયા. સરકાર સોશિયલ મીડિયાના ઉપયોગને રોકવાના પક્ષમાં નહોતી અને ગત તા.૪ સપ્ટેમ્બરે પ્રતિબંધ 
મુક્યો હતો પરંતુ હવે સરકારને આંદોલન કારીઓ સામે જુકવાની  ફરજ પડી છે.