માંગરોળ તાલુકાના લોએજ ગામે પ્રવીણરામ બાપુના સમાધી ઉત્સવ પ્રસંગે પૂ. મોરારીબાપુ અને પૂ. ભક્તિબાપુ હેલિકોપ્ટરમાં પધાર્યા

માંગરોળ તાલુકાના લોએજ ગામે પ્રવીણરામ બાપુના સમાધી ઉત્સવ પ્રસંગે પૂ. મોરારીબાપુ અને પૂ. ભક્તિબાપુ હેલિકોપ્ટરમાં પધાર્યા

(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૪
લોએજ ગામમાં હેલિકોપ્ટર મારફતે પૂ.મોરારીબાપુ આવતા બહોડી સંખ્યામાં લોએજ અને આસપાસના ગામ લોકો  પૂ.મોરારીબાપુનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા. સમાધિસ્થ પ્રવીણ રામ બાપૂના ભંડારા ઉત્સવ પ્રસંગે ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. હેલીપેડ પર ઉતરાણ બાદ પૂજ્ય પ્રવીણરામ બાપૂના નિવાસ્થાને પહોંચ્યા જ્યાં પ્રવીણરામ બાપૂની સમાધિના દર્શન કરી રામજી મંદિરે દર્શન બાદ પ્રવીણરામ બાપૂના સુપુત્ર રવિભાઈના નિવાસ્થાને પ્રસાદ લીધો હતો અને પરિવાર સાથે મળી અને સર્વે પૂજ્ય બાપુનું સ્વાગત સન્માન કર્યું હતું. ત્યારબાદ સમાધિ ઉત્સવ સ્થળે પધારેલા વિશાળ સંખ્યામાં મહેમાનો તેમજ ગ્રામજનોએ પૂજ્ય મોરારીબાપુ ની તાળીઓ પાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપૂનું રવિભાઈ અને તેમના પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તિબાપુનું સન્માન કરાયું હતું અને પધારેલા મહાનુભાવો અને સંતોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમાધિસ્થ પ્રવીણરામ બાપૂના પુત્ર રવિભાઈનું અને તેમના પરિવારનું મોરારીબાપૂ અને ભક્તિ બાપૂએ ખાસ સન્માન કર્યું હતું. આ પ્રસંગે પૂજ્ય બાપુએ જણાવ્યું કે મૃત્યુને ઉત્સવમાં ફેરવે એ સાધુ સાધુ એ સમાજનો પથ દર્શક છે અને સાધુ સમાજ વિશે મહત્વની કેટલીક વાતો પણ કરી હતી. આ સમાધિ ઉત્સવ પ્રસંગે ડોક્ટર મહાદેવ પ્રસાદ કાશી ભાલકાતીર્થ, શ્રીશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ પૂજય અજય બાપૂ સવરામંડપ જુનાગઢ, રામદેવજી રામાયણ કથાકાર પૂજય કલ્યાણદાસબાપૂ મેંદરડા, શ્રીશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ પૂજય હરકિશનબાપૂ મેસવાણ, પરમ પૂજય શ્રીશ્રીરૂદ્રભારતીજી બાપૂ નિલવાડા શ્રીશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ અજયબાપૂ જૂનાગઢ સહિતના અનેક સંતો મહંતો રાજસ્વી નેતાઓ અને સેવક વૃંદ પધાર્યા હતા. તેમજ હમણાં જ ભારત સરકાર દ્વારા જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવા માટે કલા જગતનું ઘરેણું અને ઢોલકને વિશ્વ ફલક ઉપર પહોંચાડનાર ભાઈશ્રી હાજી રમકડુંનું સન્માન પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપૂ એ સન્માન કરેલ હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી ડોક્ટર વેજાભાઈ ચાંડેરાના નિવાસ્થાને પરમ પૂજનીય સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપૂ અને ભક્તિબાપૂ વગેરે સંતોએ પધરામણી કરી અને અમારા પરિવાર અને સંસ્થા વિશે માહિતી મેળવી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો.