માળીયાના ભંડુરી ગામે દારૂ વેચવાનો વિરોધ કરવાનાં મનદુ:ખે ફાયરીંગ કર્યુ - ફરીયાદ 

માળીયાના ભંડુરી ગામે દારૂ વેચવાનો વિરોધ કરવાનાં મનદુ:ખે ફાયરીંગ કર્યુ - ફરીયાદ 
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૮
માળીયા હાટીનાના ભંડુરી ગામે દારૂ વેચવાનો વિરોધ કરવાના મનદુ:ખે ગાળાગાળી કરી ઘર તરફ ફાયરીંગ કર્યાનો બનાવ માળીયા હાટીના પોલીસ મથકે નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા હાટીના પોલીસ મથકે એઝાત સુલેમાન ગંભીરએ રોશનબેન હુશેનભાઈ સાળ, આસીફ સાળ, ઈમ્તીયાઝ સાળ અને રોશનબેનનો જમાઈ રસુલ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી રોશનબેન સાળ ચોરી છુપીથી દારૂ વેચતા હોય જે બાબતે ફરીયાદી અને તેના ઘરના સભ્યોએ વિરોધ કરતા હોય જેના કારણે આરોપીઓએ આજથી પંદર દિવસ અગાઉ ફરીયાદી સાથે બોલાચાલી કરેલ જેનું મનદુ:ખ રાખી આરોપીઓએ ભેગા મળી ફરીયાદી અને તેના ઘરના સભ્યો ફળીયીામાં બેસેલ હતા ત્યારે તેઓ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી આસીફ સાળે તેની પાસે રહેલ જામગરી બંદુરમાંથી ફરીયાદા તથા તેના ઘરના સભ્યોને ડરાવવા માટે ફરીયાદીના ઘર તરફ હવામાં ફાયરીંગ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.