મહારાષ્ટ્રની ર૯ માંથી રપ કોર્પોરેશનમાં ભાજપનું શાસન
મુંબઈ કોર્પોરેશનમાં ભાજપ ગઠબંધનને ૧૧૮ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી
મહારાષ્ટ્રની કુલ ર૯ મહાનગરપાલીકાઓની ર૮૬૯ બેઠકોમાંથી ર૮૩૩ બેઠકોના પરિણામ જાહેર કરાયા : ભાજપે ૧૪૦૦ બેઠકો જીતી
(એજન્સી) મુંબઈ તા.૧૭
મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધનને પ્રચંડ વિજય મળ્યો છે. વલણો દર્શાવે છે કે, ભાજપ ગઠબંધન ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી ૨૫ પર બહુમતી મેળવી છે.
રાજ્ય ચૂંટણી આયોગના મુજબ, મુંબઈના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્સ્ઝ્ર) ના ૨૨૭ વોર્ડના પરિણામો શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા.
મુંબઈના બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્સ્ઝ્ર)માં, ભાજપ+શિવસેના (શિંદે) ગઠબંધન ૨૨૭માંથી ૧૧૮ બેઠકો પર આગળ છે. જેમાં ભાજપે ૮૯, શિવસેનાએ ૨૯, કોંગ્રેસે ૨૪, શિવસેના (ેંમ્) એ ૬૫ અને સ્દ્ગજી એ ૬ બેઠકો જીતી છે. આ ઉપરાંત, છૈંસ્ૈંસ્ ને ૮, દ્ગઝ્રઁ ને ૩, સમાજવાદી પાર્ટીને ૨ અને દ્ગઝ્રઁ (જીઁ) ને માત્ર એક બેઠક મળી છે.
હાલ ૨૯ મહાનગરપાલિકાઓની કુલ ૨,૮૬૯ બેઠકોમાંથી ૨,૮૩૩ બેઠકોના પરિણામો આવી ગયા છે, જ્યારે ૩૬ બેઠકોના પરિણામો મોડી રાત સુધીમાં આવશે. ભાજપ ૧૪૦૦ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે તરીને આવ્યો છે.
ભાજપ ગઠબંધન નાગપુર, પુણે, થાણે, નવી મુંબઈ, પિંપરી ચિંચવડ અને નાસિકમાં પણ આગળ છે. કોંગ્રેસે લાતુરમાં જીત મેળવી છે, ૭૦માંથી ૪૩ બેઠકો જીતી છે.


