રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત બંધ કરવા તૈયાર છે ભારત

ભારતીય અધિકારીઓએ તેલ આયાતના મુદ્દા પર ટ્રમ્પ વહીવટીતંત્ર સમક્ષ પોતાનો કેસ મજબૂતીથી રજૂ કર્યો હતો

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત બંધ કરવા તૈયાર છે ભારત
FXEmpire

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯
ભારત હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી ૫૦ ટકા ટેરિફ લગાવવામાં આવે છે. આમાં ૨૫ ટકા બેઝ ટેરિફનો સમાવેશ થાય છે, જેમાં રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા બદલ દંડ તરીકે વધારાના ૨૫ ટકા લગાવવામાં આવે છે. ભારતે અમેરિકાને કહ્યું કે યુએસ આ કામ કરે છે, તો ભારત મોસ્કો પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો કારણે રશિયાએ સસ્તું તેલ આપવાનું શરૂ કર્યું. ભારત તેની તેલની જરૂરિયાતનો લગભગ ૯૦ ટકા બિજા દેશ પાસેથી ખરીદી કરે છે. તેથી, રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદવાથી ભારતને તેના આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ મળી છે.
જાેકે, ભારત પણ ઈરાન અને વેનેઝુએલાથી સમાન સસ્તું તેલ મેળવી શકે છે. એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, આ અઠવાડિયે અમેરિકાની મુલાકાત દરમિયાન, ભારતીય અધિકારીઓએ તેલ આયાતના મુદ્દા પર ટ્રમ્પ વહીવટીતંત્ર સમક્ષ પોતાનો કેસ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે સૂચવ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડવા માટે, ભારતીય રિફાઇનરોને ઈરાન અને વેનેઝુએલામાંથી તેલ આયાત કરવા માટે વોશિંગ્ટનની પરવાનગીની જરૂર પડશે, કારણ કે આ બંને દેશો હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હેઠળ છે.
નોંધનીય છે કે ભારતીય અધિકારીઓની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વોશિંગ્ટને નવી દિલ્હી પર ૫૦ ટકાનો ભારે ટેરિફ લગાવ્યો છે. જાેકે, દંડ છતાં, ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખે છે.ન્યુ યોર્કની તેમની મુલાકાત દરમિયાન, કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે સંકેત આપ્યો હતો કે ભારત અમેરિકા પાસેથી તેલ અને ગેસ ખરીદી વધારવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આપણા ઉર્જા સુરક્ષા લક્ષ્યોમાં મુખ્ય ભૂમિકા ભજવશે. નોંધનીય છે કે ૨૦૨૨ માં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતે મોસ્કો પાસેથી તેની ક્રૂડ ઓઇલ ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો છે.