વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે : કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું : કુલ રૂા.૧૯૮૦૦ કરોડના વિકાસકામોની ભેટ આપી

આજે સમગ્ર વિશ્વમાં અસ્થિરતા અને અશાંતિ છે : વડાપ્રધાન

વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે : કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું : કુલ રૂા.૧૯૮૦૦ કરોડના વિકાસકામોની ભેટ આપી

(બ્યુરો)         ગાંધીનગર, તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને અનેક કાર્યક્રમોમાં સામેલ થવા સાથે ગુજરાતને 19800 કરોડના વિકાસકામોની ભેટ આપી છે.
વડાપ્રધાન મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા કોબા પહોંચ્યા હતા અને ગાંધીનગરના કોબા ખાતે આજે મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતુ. ભારતની સમૃધ્ધ સંસ્કૃતિ અને વારસાની ઓલખ સમા મ્યુઝીયમમાં પૌરાણિક સંગ્રહ છે. વડાપ્રધાને મ્યુઝીયમનું ઉદ્ઘાટન કરતા ઉપસ્થિત સમુદાયને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જૈન ધર્મ વિશે તેમજ પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં અસ્થિરતા અને અશાંતી છે. મ્યુઝીયમનું ઉદ્ઘાટન કર્યા બાદ  વડાપ્રધાન બપોરે સાણંદ પહોંચ્યા હતા જ્યાં ભારતને ટેકનોલોજી તથા સેમીકન્ડક્ટર ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવાના લક્ષ્ય સાથે કેન્સ સેમીકન્ડક્ટર ઓએસએસી ફેસીલીટી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
બપોર બાદના કાર્યક્રમોમાં નરેન્દ્રભાઇ મોદી વાવ (થરાદ) ખાતે નાણી ગામ ખાતેથી 19870 કરોડથી વધુના વિવાદ વિભાગોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું હતું. તેમાં રેલવે સહિતના વિવિધ વિભાગોના પ્રોજેક્ટ સામેલ છે. ગ્રામીણ આવાસ યોજનાનું પણ લોકાર્પણ કર્યું હતું.