શ્રી કિરણભાઈ દ્વારકાદાસ સંઘવી “વૃધ્ધનિકેતન” વૃધ્ધાશ્રમનું ઉદ્ઘાટન કરાયું

સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈ શેઠ તથા પારૂલબેન અચ્યુતભાઈ મહેતાના હસ્તે ઉદઘાટન થયું

શ્રી કિરણભાઈ દ્વારકાદાસ સંઘવી “વૃધ્ધનિકેતન” વૃધ્ધાશ્રમનું ઉદ્ઘાટન કરાયું

(પંકજ ઝીબા દ્વારા)
રાજકોટ તા. 23
રવિવારે સવારે ભાવનગર વૃધ્ધાશ્રમના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈ શેઠ તથા દાતા પરિવારના પારૂલબેન અચ્યુતભાઈ મહેતાના વરદ્ હસ્તે નંદાલય હવેલીના પ.પૂ. આનંદબાવાશ્રીના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું.
સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ વૃધ્ધાશ્રમના પ્રમુખ નીલાબેન ઓઝા એ નવા બિલડીંગ અંગેની વિગતવાર માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે સૌ ટ્રસ્ટીઓના સહિયારા પ્રયાસથી અમો આ અઘરું કામ કરી શક્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે આજે ત્રિવેણી સંગમ છે. વિશ્વ યોગ દિવસ, ફાધર્સ-ડે અને વૃધ્ધાશ્રમના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન. મુંબઈના વિલસન પેન વાળા દુલારીબેનનું ખૂબજ મોટુ આર્થિક યોગદાન મળ્યું છે. ત્યારબાદ વૃધ્ધાશ્રમના સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈ એ જણાવ્યું હતું કે આ 50 વર્ષ જુના થઈ ગયેલ વૃધ્ધાશ્રમની જગ્યાએ નવુ આધુનિક વૃધ્ધાશ્રમ બનવું જાેઈએ એ મારૂ ઘણા સમયથી સ્વપ્ન હતું. આજે તે સાકાર થવા જઈ રહ્યું છે તેનો મને ખૂબજ આનંદ છે. મારી જીંદગીનો આ સવર્શ્રેષ્ઠ દિવસ છે તેમ તેમણે જણાવ્યું હતું. તેઓ પોતાની જુવાનીથી માંડીને આજે વૃધ્ધાવસ્થા સુધી આ વૃધ્ધાશ્રમ સાથે જાેડાયેલા છે અને તેમનું સમગ્ર જીવન વૃધ્ધાશ્રમને સમર્પિત કરી દીધુ છે.ત્યારબાદ નંદાલય હવેલીના પ.પૂ. ગોસ્વામી આનંદબાવાશ્રીએ જણાવ્યું હતું કે ભાવનગરમાં અનેક સામાજિક સંસ્થાઓ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. વડીલોના આશરા માટેની આ શ્રેષ્ઠ સંસ્થા છે. ભાવનગર વૃધ્ધાશ્રમ એ ગુજરાતના આદર્શ વૃધ્ધાશ્રમો માનું એક છે. આ વૃધ્ધાશ્રમમાં 50 વર્ષો દરમિયાન અનેક વૃધ્ધ-વડીલોએ આશરો લીધો હશે તે તમામના આશીર્વાદ ટ્રસ્ટીગણને મળી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવનમાં આવતી ચાર અવસ્થાઓનો સ્વિકાર કરવો જાેઈએ. પ્રભુ ગોવર્ધનનાથજીના ચરણોમાં વિનંતી છે કે 50 વર્ષોથી ચાલતી આ સંસ્થા હજુ વધુ 200 વર્ષ સુધી ચાલતી રહે અને નિરાધાર વડીલોનો આશરો બનતી રહે.
વૃધ્ધાશ્રમના સહમંત્રી દેવેનભાઈ શેઠ એ જણાવ્યું હતું કે અમોને વડીલોની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ આધુનિક સગવડતાવાળું વૃધ્ધાશ્રમ બનાવ્યું છે. અહી વસવાટ કરનાર તમામ વડીલોના અમોને આશીર્વાદ મળશે. આવુ આધુનિક સગવડતાવાળુ વૃધ્ધાશ્રમ બનાવવા અમારે 15 કરોડ રૂપિયાનો ખર્ચ હતો, જે એક પડકારરૂપ હતો, પરંતુ ઈશ્વર કૃપાથી અમોને માત્ર ૩ મહિનામાં જ આ માટેનું ડોનેશન પ્રાપ્ત થઈ ગયુ હતું. નિસ્વાર્થ અને પરમાર્થ માટેના કોઈપણ કાર્યમાં ઈશ્વર હંમેશા સાથે જ હોય છે. આ તેનું ઉદાહરણ છે. સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈ અંગે બોલતા દેવેનભાઈએ જણાવ્યું હતું કે હર્ષદભાઈ શેઠ એ કાયમ માટે વડીલો આશ્રમવાસીઓ સાથે આત્મીયતાના સંબંધ રાખ્યા છે. દરેક વડીલોની ખેવના કરી છે. તેઓની વેદનાને સમજ્યા છે અને સાંત્વના આપી છે. સંસ્થાના નાના થી માંડીને મોટા દરેક દાતાઓની અંગત દેખભાળ રાખી છે.
ધારાસભ્ય સેજલબેન પંડ્યા એ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાને જયા પણ તેમની જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની ખાત્રી આપી હતી. કાર્યક્રમના અંતમા મંત્રી બુધાભાઈ પટેલ એ આભારવિધિ કરતા જણાવ્યું હતું કે બધાના સહીયારા પ્રયાસથી આ નવું સુંદર મજાનું વૃધ્ધાશ્રમનું બિલ્ડીંગ બની શકયું છે. તેઓએ તમામ ટ્રસ્ટીગણ, સંસ્થાના તમામ કર્મચારીગણ તથા મકાનના બાંધકામમાં આટિકટ મચ્છર સાહેબ, સ્ટ્રકચરલ એન્જિનીયર અતુલભાઈ વોરા તથા કમલેશભાઈ ડોડીયાનો આભાર વ્યકત કર્યો હતો. નવા બિલ્ડીંગના તમામ નાના-મોટા કામો સંભાળનાર સંસ્થાના કર્મચારી રાજેશભાઈનો પણ ખાસ આભાર માન્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભા.જ.પા. પ્રમુખ કુમારભાઈ શાહ, મેયર ઉષાબેન, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, અનેક દાતાઓ, શહેરના ઉદ્યોગપતિઓ તથા મહાનુભાવો હાજર રહ્યા હતા.