સોનાના ભાવ વધતા ગોલ્ડ લોનના પ્રમાણમાં ૧રપ ટકાનો ઉછાળો નોંધાયો

સોનાના ભાવ વધતા ગોલ્ડ લોનના પ્રમાણમાં ૧રપ ટકાનો ઉછાળો નોંધાયો

(એજન્સી)  નવી દિલ્હી તા.૨:
નવેમ્બર ૨૦૨૫ ના અંત સુધીમાં ગોલ્ડ લોનમાં ર્વાષિક ધોરણે ૧૨૫ ટકાનો જંગી વધારો નોંધાયો છે, જે કુલ બેંક લોનના ૧૧.૫ ટકા વૃદ્ધિ દર કરતાં લગભગ દસ ગણો છે. ગોલ્ડ લોનમાં આ વધારો ગયા વર્ષે ૭૭ ટકા વૃદ્ધિને અનુસરે છે અને સોનાના ભાવમાં વધારો થવાને કારણે થયો છે. જોકે કુલ બાકી રહેલી ગોલ્ડ લોનની રકમ રૂા.૩.૬ લાખ કરોડ છે, જે કુલ બેંક લોનના ૨ ટકા કરતા ઓછી છે, નવેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ નવી લોનમાં તેણે ૧૨ ટકા ફાળો આપ્યો છે.
છેલ્લા ૧૨ મહિનામાં આ પોર્ટફોલિયોમાં આશરે રૂા.૧.૫ લાખ કરોડનો વધારો થયો છે. બેંકરો આ વધારા માટે ત્રણ કારણો જણાવે છે:  ધિરાણકર્તાઓનું સુરક્ષિત લોન તરફ વલણ, સોનાના ભાવમાં તીવ્ર વધારાને કારણે ઘરગથ્થુ ઉધાર લેવાની ક્ષમતામાં વધારો, અને સોનાના દાગીના દ્વારા સુરક્ષિત કૃષિ લોનને ગોલ્ડ લોન તરીકે વર્ગીકૃત કરવાના ઇમ્ૈંના નિર્દેશ પછી કેટલીક છૂટક લોનનું પુન:વર્ગીકરણ. ગોલ્ડ લોન અને સ્જીસ્ઈ લોન વૃદ્ધિના મુખ્ય પ્રેરક તરીકે ઉભરી આવ્યા છે.