હવે ઠેર-ઠેર આધારની ફોટો કોપી દેવાની જરૂર નહીં રહે : સરકાર નવો નિયમ લાવી રહી છે

હવે ઠેર-ઠેર આધારની ફોટો કોપી દેવાની જરૂર નહીં રહે : સરકાર નવો નિયમ લાવી રહી છે

(એજન્સી)     નવી દિલ્હી તા.૦૮
આધાર કાર્ડ સંબંધિત એક નવો નિયમ આવી રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં એક નિયમ રજૂ કરશે જેમાં હોટલ, ઇવેન્ટ આયોજકો અને સમાન સ્થળોએ આધાર કાર્ડની ફોટોકોપી લેવાનું અને ભૌતિક રીતે રાખવાનું સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે આધારની કાગળની નકલ રાખવાથી ગોપનીયતાનું જોખમ રહેલું છે અને તે આધાર કાયદાની વિરુદ્ધ પણ છે. ેંૈંડ્ઢછૈં એ નવા નિયમને મંજૂરી આપી છે, અને તે ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે. નવા નિયમ હેઠળ, ઑફલાઇન આધાર વેરિફિકેશન કરવા માંગતી કોઈપણ સંસ્થાએ હવે ેંૈંડ્ઢછૈં સાથે નોંધણી કરાવવી પડશે અને ડિજિટલ માધ્યમથી જ વેરિફિકેશન કરવું પડશે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે હોટલ અને ઇવેન્ટ આયોજકો જેવા સંસ્થાઓ દ્વારા તેમના ગ્રાહકોના આધારની ફોટોકોપી લેવાની અને તેને કાગળના સ્વરૂપમાં રાખવાની પ્રથાને રોકવા માટે ટૂંક સમયમાં એક નવો નિયમ જારી કરવામાં આવશે.