35,000 કરોડ રૂપિયાની બે મોટી કૃષિ યોજના શરૂ કરી, PM મોદીની ખેડૂતો માટે દિવાળી ભેટ
દિવાળી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. આજે વડાપ્રધાને દિલ્હીના પુસા સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા માંથી રૂ. 35,000 કરોડથી વધુની કૃષિ યોજના શરૂ કરી છે. તેમણે પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના માટે રૂ. 24,000 કરોડ, કઠોળ ઉત્પાદકતા મિશન માટે રૂ. 11,440 કરોડ અને કૃષિ, પશુપાલન, મત્સ્ય અને ફૂડ પ્રોસેસિંગ સેકટર માટે રૂ. 5450 કરોડ તેમજ અન્ય યોજના માટે રૂ. 815 કરોડ ફાળવ્યા છે. આ યોજના 36 સરકારી યોજનાઓને એકીકૃત કરે છે. ત્રણ પરિણામોના આધારે આ યોજના માટે 100 જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. દિલ્હીના પુસા સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા માંથી ખેડૂતો માટે એક સાથે બે યોજનાઓ શરૂ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ બે યોજના ભારતના ખેડૂતોનું ભાગ્ય બદલવામાં મદદ કરશે. આ યોજના પર સરકાર 35 હાજર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે.


