DJHRFના બહેનોએ મહેશગીરીબાપુ તથા બિલનાથ મંદિરના મહંત સાથે શુભેચ્છા મુલાકાત લીધી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૧
DJHRF રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસિંહભાઈ પરમારની સુચનાથી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષા જીજ્ઞાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા અધ્યક્ષા સુનીતા બેન સેવકની આગેવાનીમાં DJHRF જૂનાગઢ મહાનગર ટીમની બહેનોએ કાર્ડ વિતરણ કરી ભુતનાથ મહાદેવ મંદિરના મહંત પરમ વંદનીય મહેશગીરી બાપુ તેમજ બિલનાથ મંદિરના મહંત પુજ્ય બાપુની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા તેમજ મહંતને DJHRF વિષે વિસ્તૃત માહિતી તેમજ DJHRF કાર્યોથી માહિતગાર કર્યા હતા.
DJHRF જૂનાગઢ મહાનગર પરિવારનાં બહેનો માં અધ્યક્ષ સુનિતાબેન સેવક સાથે મિતલબેન ત્રિવેદી, સ્વાતિબેન લખલાણી, જલ્પાબેન જાેષી, માયાબેન ચાઉં, વાસંતીબેન મેહરીયા, નિરીક્ષાબેન તેરૈયા, કુસુમબેન મેહતા સહિત બહેનો આ કાર્યમાં સહભાગી બન્યા હતા.



