દિલ્હી કાર વિસ્ફોટના પગલે તંત્ર સાબદુ જૂનાગઢ સહિત સોરઠમાં પોલીસનું સઘન ચેકીંગ : ઠેર-ઠેર તપાસ કરાઈ
જૂનાગઢ તા.૧૧
ગઈકાલે સાંજના દિલ્હીમાં કારમાં વિસ્ફોટનો બનાવ બનવા પામેલ હતો જેના પગલે ગુજરાતભરમાં સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં પણ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હી ખાતે કાર વિસ્ફોટના બનાવમાં ૧૧ લોકોના મૃત્યુ થયા હતા જયારે ર૪ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવના પગલે હાઈએલર્ટ જારી કરવામાં આવેલ છે. તેમજ ગુજરાતમાં પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોટેલ, ધર્મશાળા, ભવનાથ, માંગરોળ બંદર સહિત અનેક જગ્યાએ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.



