અમેરિકાના ભારત પર વધતા દબાણ વચ્ચે ચીને રશિયન ક્રુડ ઓઈલની ખરીદીમાં કર્યો ઘટાડો.
રશિયન તેલની ખરીદી બાબતે અમેરિકા દ્વારા ભારત પર સતત દબાણ કરવા અને ટેરીફ લાદવામાં આવી રહેલ છે એવામાં ચીને રશિયન ઓઈલની ખરીદીમાં ગયા વર્ષની તુલનામાં 15 % ઘટાડો કર્યો છે. ચીને આ વખતે રશિયા પાસેથી તેલની ખરીદી ઓછી કરીને પોતાની જરૂરિયાતો પૂરી કરવા ઇન્ડોનેશિયા 2.66 મિલિયન ટન અને બ્રાઝીલ પાસેથી 5.19 મિલિયન ટન જેટલી ખરીદી કરી છે.


