જૂનાગઢ GMERS મેડિકલ કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની ઉપસ્થિતિમાં યોજાયો ‘યોગ સંવાદ’

જૂનાગઢ GMERS મેડિકલ કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની ઉપસ્થિતિમાં યોજાયો ‘યોગ સંવાદ’

જૂનાગઢ તા.ર
જૂનાગઢ GMERS હોસ્પિટલમાં ઐતિહાસિક યોગ સંવાદ યોજાયો હતો. જૂનાગઢના મજેવડી દરવાજા સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીની ઉપસ્થિતિમાં ડોક્ટર્સ, ર્નસિંગ સ્ટાફ અને મેડિકલ ઇન્ટર્ન ૧૫૦ની બહોળી સંખ્યામાં યોગ સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે શિશપાલજીએ યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા, ર્નસિંગ સ્ટાફને યોગ ટ્રેનિંગ મેળવી પોતાના વિસ્તારમાં યોગ ક્લાસ શરૂ કરવા તેમજ યોગ્ય આહારશૈલી અપનાવવા ભાવભર્યું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, "ઈશ્વરે આપણને માનવસેવાની જે તક આપી છે, તેમાં યોગસેવા જોડાય તો અનેક લોકોના જીવનમાં સ્વાસ્થ્ય અને સુખનો પ્રકાશ પથરાઈ શકે છે." ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, સુપ્રિટેન્ડેન્ટ ભગવદ્ ગીતાના શ્લોકોના પઠન સાથે યોગની આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પરિભાષા સમજાવી હતી. કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ડો. પંડ્યા, ર્નસિંગ સુપરિન્ટેન્ડન્ટ હેમલતાબેન, સ્ટેટ કો-ઓર્ડીનેટર અનિલ ત્રિવેદી સાહેબ મનપા કોઓડિર્નેટર વૈશાલીબેન ચુડાસમા, જિલ્લા કોઓડિર્નેટર જયંતી કાછડીયા, સોનલબેન બગડા તથા જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના યોગ ઇતિહાસમાં હોસ્પિટલ કક્ષાએ યોજાયેલો આ વિશિષ્ટ યોગ સંવાદ આરોગ્યસેવા સાથે યોગસેવાને જોડવાનો પ્રેરણાદાયી પ્રયાસ બન્યો હતો. "જ્યાં દર્દીની સેવા થાય છે, ત્યાં યોગની સાધના જોડાય તો સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે." આ ભાવના સાથે ગુજરાતના યોગ ઇતિહાસમાં હોસ્પિટલ કક્ષાએ યોજાયેલો આ વિશિષ્ટ યોગ સંવાદ આરોગ્યસેવા અને યોગસેવાને એકસાથે જોડવાનો પ્રેરણાદાયી પ્રયાસ બન્યો હતો.