જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સગર્ભા બહેનોનું કાઉન્સેલિંગ, પોરભક્ષક માછલીનું વિતરણ, ક્લોરીનેશન કામગીરી, ઓઆરએસ લિક્વિડ/પાવડર વગેરે જરૂરી સામાનનું વિતરણ કરવામાં આવ્યું
વરસાદના પગલે આરોગ્ય શાખા દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી, છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ પહોંચાડવા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ
જૂનાગઢ, તા.31
જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં વરસાદના કારણે કોઈ સગર્ભા સ્ત્રીઓને ડીલવરીમાં જવા માટે તકલીફ ન પડે, પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાયતી માટે કલોરીનેશન, કલોરીનેશન ટેસ્ટ, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી અને એન્ટી-લાર્વલ કામગીરી સમયસર કરવાની સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી. હાલમાં વરસાદના લીધે જૂનાગઢ જિલ્લાનો કોઈ પણ તાલુકો અસરગ્રસ્ત નથી.
મેડીકલ કેમ્પ: તમામ તાલુકાના ગામોમાં MO અને CHO દવારા OPD ચલાવવામાં આવે છે. જેમાં ૬૦ મેડીકલ કેમ્પમાં ૧૧૭૦ દર્દીને આરોગ્ય સારવાર આપવામાં આવી છે.
સગર્ભા સ્ત્રીઓની મુલાકાત અને સ્થાળાંતર: ૪૨૫ સગર્ભાની મુલાકાત આશા બહેનો અને ફીમેલ હેલ્થ વર્કર દ્વારા લેવામાં આવેલ છે.
સર્વેલન્સ: મેડીકલ અને પેરામેડીકલ ટીમ કે જેમાં MO/CHO/MPHW/FHW/ASHA દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેમાં લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જેમાં તાવ, ઝાડા-ઉલટી, શરદી-ખાંસી વગેરેની પ્રાથમિક દવાઓ, ORS લિક્વિડ, ક્લોરીન ટેબ્લેટ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્થળ ઉપર જ જરૂરિયાતમંદ દર્દીઓની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.
વસ્તી સર્વે અને દવા વિતરણ: સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ૧,૨૬,૧૬૮ વસ્તી સર્વે કરેલ છે. જેમાં સામાન્ય તાવના ૩૯૪ દર્દી, ઝાડાના ૪૮ દર્દી, ઝાડા-ઉલટીના ૦૨ દર્દી તેમજ શરદી-ખાંસીના ૫૯૧ દર્દી મળી આવ્યા હતા. તદુપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ૭૧૦૦ ક્લોરીન ટેબ્લેટ વિતરણ અને ૧૦૦ ORS વિતરણ કરવામાં આવેલ છે.
કલોરીનેશન &દવા છંટકાવ: તમામ ગ્રામ પંચાયતોને સુપર કલોરીનેશન કરવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ ત્યાં આરોગ્યના કર્મચારીઓ દ્વારા પાણીનું કલોરીનેશન ટેસ્ટ કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દવારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે.
સુપરવિઝન: THO/MO/Supervisor દ્વારા તમામ ગામોનું સુપરવિઝન કરવામાં આવે છે.
કંટ્રોલ રૂમ: જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ (૦૨૮૫-૨૬૩૩૧૩૧) સક્રિય છે અને તેનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.
IEC: જનજાગૃતિ અર્થે MPHW/FHW/ASHA દ્વારા બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છ અને ક્લોરીનયુક્ત પાણી પીવું, ઝાડા-ઉલટીના કેસોમાં ORS લિક્વિડ/પાવડરનો ઉપયોગ કરવો, વાસી અને બહારનો દૂષિત ખોરાક ખાવો નહિ, વધુ સારવાર માટે તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો- આમ અલગ અલગ મધ્યમોથી લોકોને સેન્સીટાઈઝ કરવામાં આવ્યા હતા.
એન્ટી-લાર્વલ કામગીરી: જૂનાગઢ જિલ્લામાં વાહકજન્ય રોગ અટકાયતી અંતર્ગત તમામ ગામોમાં મેડીકલ, પેરા મેડીકલ સ્ટાફ, આશા બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ એન્ટી-લાર્વલ કામગીરી અને પેરા-ડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી છે. તેમજ પોરાભક્ષક માછલીનું વિતરણ, જનજાગૃતિની કામગીરી કરવામાં આવી છે.


