દિલ્હી બાદ હવે મુંબઈમાં પણ હવા ઝેરી બની : શ્વાસ લેવું મુશ્કેલ : આજથી તત્કાલ GRAP-૪ પ્રતિબંધો લાગુ કરાયા
મહાનગર મુંબઈમાં તમામ પ્રકારના બાંધકામ અને તોડફોડ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકાયો
(એજન્સી) મુંબઈ, તા.૧:
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વર્ષોથી યથાવત છે. આર્થિક રાજધાનીમાં પ્રદૂષણના સ્તરમાં વધારો અને પ્રદૂષિત હવાને કારણે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મુંબઈમાં ય્ઇછઁ ૪ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આમ, મુંબઈ હવે પ્રદૂષણની દ્રષ્ટિએ દિલ્હીમાં જોડાઈ ગયું છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં આવી ગઈ છે. આ વિસ્તારોમાં મારગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી પૂર્વ, ચકલા-અંધેરી પૂર્વ, નેવી નગર, પવઈ અને મુલુંડનો સમાવેશ થાય છે. મુંબઈ-દિલ્હી પછી, મુંબઈ હવે વધતા જતા શ્વસન સંકટનો સામનો કરી રહ્યું છે. વાયુ પ્રદૂષણના કારણે લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મુંબઈમાં પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે શહેરના મોટાભાગના ભાગોમાં હવા ગુણવત્તા સૂચકાંક ગંભીર સ્તરે પહોંચી ગયો છે. બળહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ શહેરમાં ય્ઇછઁ-૪ લાગુ કર્યો છે.


