રૂા. ૯.૪૩ કરોડનાં સાયબર ફ્રોડનાં ગુનામાં જૂનાગઢનાં ૧૮ શખ્સો સામે ગુનો નોંધાયો : ૯ની ધરપકડ

રૂા. ૯.૪૩ કરોડનાં સાયબર ફ્રોડનાં ગુનામાં જૂનાગઢનાં ૧૮ શખ્સો સામે ગુનો નોંધાયો : ૯ની ધરપકડ
India TV News

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૨
ગુજરાત સહીત સમગ્ર દેશ વ્યાપી ધોરણે ફેલાયેલા અને ભારે ચકચાર મચાવનારા સાયબર ફ્રોડના ગુનાને ડીટેકટ કરવામાં જૂનાગઢ પોલીસને મહત્વની સફળતા મળી છે. કુલ પર બેંક ખાતામાં રૂા. ૯,૪૩,૭૦,૩૩પ જેવી જંગી રકમનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વાય.એન. સોલંકીએ સરકાર તરફથી ફરીયાદી બની આ કામનાં આરોપીઓ અલીમહમદ ઉર્ફે આસીફ હબીબભાઈ ઠેબા ગામેતી, અસ્લમ ઉર્ફે લાલો ઈબ્રાહીમભાઈ કુરેશી, ઈમ્તીયાઝ ઉર્ફે બકરો ઈબ્રાહીમભાઈ હીંગોરજા ગામેતી, કાજીમ મહમદભાઈ રાજસુમરા, સાહીલ ગફારભાઈ ગામેતી, અજય ઉર્ફે કાનો મનુભા સોનાગરા, અંજુમ છોટુભાઈ ચૌહાણ સીપાઈ, અરબાજ ઈકબાલભાઈ કુરેશી, સાઈ ઉર્ફે મંથન થોરાટ મરાઠી, કરીમ અહેમદ સીડા, સાહબાજ જાફરભાઈ કુરેશી રહે. તમામ જૂનાગઢ તેમજ મુસો હાસમભાઈ મુસાણી રહે. જેતપુર, રાજ ઉર્ફે રામભાઈ રહે. ભાવનગર અને ઈરફાન જાદુગર રહે. દુબઈ સામે ગુનો નોંધ્યો છે. આ બનાવની સમગ્ર તપાસ એ ડીવીઝનનાં પીઆઈ વી.જે. સાવજ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં આ બનાવમાં અત્યાર સુધી ૯ વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. જેમાં (૧) અલીમહમદ ઉર્ફે આસીફભાઈ ઠેબા ગામેતી (ઉ.વ. ૩૧) રહે. સુખનાથચોક પિશોરીવાડા જૂનાગઢ, (ર) ઈમ્તીયાજ ઉર્ફે બકરો ઈબ્રાહીમ હીંગોરજા ગામેતી (ઉ.વ. ૩૪) સંધીપરા જૂનાગઢ (૩) અજય ઉર્ફે કાનો મનુભા સોનાગરા (ઉ.વ. ર૩) રહે. સરગવાડા જૂનાગઢ (૪) અન્જુમ છોટુભાઈ સીપાઈ (ઉ.વ. ર૩) ખ્વાજાનગર (પ) જયેશ મકવાણા (૬) રાહુલ કેશવાલા (૭) કેતન ભનુભાઈ સોલંકી (૮) સાહીલ ગફારભાઈ શમા અને (૯) ઉંમર શમાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. દરમ્યાનમાં આ ગુનાના કામમાં હજુ ૯ આરોપીઓ ફરાર છે. તેમને ઝડપી લેવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. વધુમાં આધારભુત સુત્રોનાં જણાવ્યા મુજબ સાયબર ફ્રોડનાં તાર ઘણે ઉંડે સુધી ફેલાયેલા છે. અને જૂનાગઢનાં સંખ્યાબંધ શખ્સો તેમજ કેટલાક મોટા માથા પણ સંડોવાયા હોવાની ચર્ચા થઈ રહી છે. આગામી દિવસોમાં આ બનાવમાં વધુ ધુમધડાકા થાય તેવી વિગતો બહાર આવશે તેવું મનાઈ રહયું છે.