રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે હરિયાણાના કેબિનેટ મંત્રી શ્રી રાવ નરબીર સિંહ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે હરિયાણાના કેબિનેટ મંત્રી શ્રી રાવ નરબીર સિંહ

હરિયાણા રાજ્ય સરકારના ઉદ્યોગો અને વાણિજ્ય,વન-પર્યાવરણ અને વન્યજીવનવિદેશ સહકાર તથા સૈનિક અને અર્ધ સૈનિક કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાવ નરબીર સિંહે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી. મંત્રી શ્રી રાવ નરબીર સિંહે પ્રકૃતિ અને માનવ કલ્યાણ માટે રાજ્યપાલશ્રી દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રાકૃતિક કૃષિ મિશન તેમજ શિક્ષણઆરોગ્ય તથા સંસ્કૃતિ પર આધારિત સમાજના નિર્માણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રી વચ્ચે કૃષિસહકારપર્યાવરણીય સંરક્ષણશિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.